Fake Hospital Scam Exposed in Ahmedabad : તબીબી સેવાના નામે લૂંટતી નકલી Hospital ઝડપાઈ
ખ્યાતિ હોસ્પિટલ માફક મોટું કૌભાંડ આચરતી હોસ્પિટલનો પર્દાફાશ નરોડા વિસ્તારમાં થ્રી સ્ટાર હોસ્પિટલ બનાવી લોકો સાથે છેતરપિંડી બોગસ ડોક્ટરે AMC નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું Ahmedabad : રાજ્યમાં વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં તબીબો...
Advertisement
- ખ્યાતિ હોસ્પિટલ માફક મોટું કૌભાંડ આચરતી હોસ્પિટલનો પર્દાફાશ
- નરોડા વિસ્તારમાં થ્રી સ્ટાર હોસ્પિટલ બનાવી લોકો સાથે છેતરપિંડી
- બોગસ ડોક્ટરે AMC નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું
Ahmedabad : રાજ્યમાં વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં તબીબો વગરની નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. નરોડા વિસ્તારમાં (Naroda) રજિસ્ટ્રેશન વગર નકલી થ્રી સ્ટાર હોસ્પિટલ ચલાવી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. બોગસ ડોક્ટરે AMC નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું. આ નકલી હોસ્પિટલમાં ICU, ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હોવાનું ખુલ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ માફક મોટું કૌભાંડ (Khyati Hospital Scam) આચરતી આ હોસ્પિટલની તપાસમાં મસમોટાં ખુલાસા થવાની વકી છે.
Advertisement
Advertisement