Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan : મહિલા સાંસદે કહ્યું.." મારી સાથે આંખથી આંખ..." Video

Pakistan : પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) ની સંસદમાં એક રસપ્રદ ઘટના બની છે. પાકિસ્તાનની મહિલા સાંસદે સ્પીકરને કઇંક એવું કહ્યું કે સ્પીકર મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. પાકિસ્તાનની મહિલા સાંસદે સ્પીકરને મારી સાથે આંખથી આંખ મીલાવી વાત કરવા કહ્યું હતું જેના...
pakistan   મહિલા સાંસદે કહ્યું    મારી સાથે આંખથી આંખ     video

Pakistan : પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) ની સંસદમાં એક રસપ્રદ ઘટના બની છે. પાકિસ્તાનની મહિલા સાંસદે સ્પીકરને કઇંક એવું કહ્યું કે સ્પીકર મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. પાકિસ્તાનની મહિલા સાંસદે સ્પીકરને મારી સાથે આંખથી આંખ મીલાવી વાત કરવા કહ્યું હતું જેના પર સ્પીકરે કહ્યું કે હું મહિલાઓ સાથે આંખનો સંપર્ક કરવાનું ટાળું છું. આટલું બોલતાં જ સંસદ હાસ્યથી ગૂંજી ઊઠ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં પણ આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.

Advertisement

મહિલા સાંસદ જરતાજ ગુલ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે આ રસપ્રદ ઘટના બની

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિકની સામે પાકિસ્તાની નેતા અને ઇમરાનખાનની કેબિનેટના પૂર્વ મંત્રી મહિલા સાંસદ જરતાજ ગુલ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે આ રસપ્રદ ઘટના બની હતી. તેમણે સ્પીકરને કહ્યું, 'સ્પીકર સાહેબ, મારે તમારું ધ્યાન આકર્ષીત કરવું છે. સ્પીકરે કહ્યું, પ્લીઝ કહો ત્યારે મહિલા સાંસદે કહ્યું કે મારી પાર્ટીના નેતાએ મને આંખો મીલાવી વાત કરવાનું શીખવ્યું છે.

Advertisement

જો મારી સાથે આઇ કોન્ટેક્ટ ના હોય તો હું વાત કરી શકતી નથી

મહિલા સાંસદે આગળ કહ્યું, 'સર, જો મારી સાથે આઇ કોન્ટેક્ટ ના હોય તો હું વાત કરી શકતી નથી. કૃપા કરીને તમારા ચશ્મા પહેરો અને મારી સાથે આંખ મીલાવી વાત કરો. હું એક નેતા છું, મને 150,000 મત મળ્યા છે. જો તમે મારી વાત નહીં સાંભળો તો હું તમારી સાથે વાત કરી શકીશ નહીં. જેના પર અયાઝ સાદિકે કહ્યું કે મને મહિલાઓની આંખોમાં જોઈને વાત કરવાનું પસંદ નથી. પાકિસ્તાની મીડિયામાં આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ગુલનું પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં એક મોટું નામ

ઉલ્લેખનિય છે કે મહિલા સાંસદ ગુલનું પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં એક મોટું નામ છે. તેઓ ઓક્ટોબર 2021 થી એપ્રિલ 2022 સુધી ક્લાઈમેટ ચેન્જ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2024માં ડેરા ગાઝીથી ફરી જીત્યા છે.

Advertisement

આ પણ વાંચો---- EGYPT માં મળ્યું ‘CITY OF DEAD’ ; ખોદકામમાં MUMMIES થી ભરેલી 300થી વધુ કબરો મળી આવી!

Tags :
Advertisement

.