Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિકાસની નોન સ્ટોપ રફતાર, કલ્પનાથી લઈ કાયાપલટ સુધીની Vadnagar To Varanashi ની યાત્રા

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. આ એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે...

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. આ એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ થનારી આ યાત્રામાં 4 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ. 30 દિવસ અને 3 હજાર કિલોમીટર સુધી આ યાત્રા 4 રાજ્યોમાં ભ્રમણ કરશે. વિકાસની આ યાત્રા ખૂબ લાંબી છે. ટૂંકમાં વડનગરના વિકાસનો સંપૂર્ણ ચિતાર દર્શાવવો જરા મુશ્કેલ પડે તેમ છે.

Advertisement

ગુલામીની ઝંઝીરોને તોડી દેશ 15 મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. દેશની રૂપ-રેખા તત્કાલિન રાજનેતાઓ જ્યાં એક તરફ તૈયાર કરી રહ્યા હતા. તેના બરાબર ત્રણ વર્ષ બાદ 17 સપ્ટેમ્બર 1950ના રોજ દેશના લોકલાડીલા અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો. સ્વયંસેવકથી લઈ પ્રધાનસેવક સુધી તેમની રાજકીય યાત્રા કઈ દિશામાં રહી, તે વાત તો જગ જાહેર છે. જોકે શાશ્વત પ્રમાણ એ પણ છે કે, સૃષ્ટિને બચાવવા સમુદ્ર મંથન વખતે જેમને હલાહલ પોતાના કંઠે ઉતાર્યું તે શિવના હાથ પ્રધાનમંત્રીના માથે છે ! તેથી જ તો દેશની જનતાએ બે-બે વખત નરેન્દ્રભાઈને ખોબે-ખોબે આશીર્વાદ આપી વડનગરથી વડાપ્રધાન પદના સુકાન સુધી પહોંચાડ્યા છે. ત્યારે 2024 માં થનાર લોકસભાની ચૂંટણી પહેલા એક યાત્રા ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે વડનગરથી વારાણસી યાત્રા.

સતયુગમાં જે નગરીનું વર્ણન થયું હોય, કળિયુગમાં વડનગરની યાત્રા જ્યારે કરતા હોઈએ ત્યારે એ ઐતિહાસીક રેલ્વે સ્ટેશનને કેવી રીતે ભુલી શકાય કે જ્યાં PM મોદીની અનેક યાદો જોડાયેલી હોય. જણાવીએ કે, જ્યારે PM મોદી પોતાના બાળપણમાં વડનગર ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતા એ દરમિયાન પોતાના પિતાની મદદ કરવા માટે સ્કૂલની રિસેસ દરમિયાન અને સ્કૂલ છૂટ્યા બાદ પોતાની સ્કૂલ બેગ લઈને વડનગર રેલ્વે સ્ટેશન પર પોતાના પિતાની મદદ કરવા આવી પહોંચતા હતા. એ સમય ગાળા દરમિયાન PM બાળ કિશોર હતા. જ્યારે ટ્રેન આવતાંની સાથે કીટલી લઈને મુસાફરોને ચા આપવા ટ્રેન સુધી દોડી જતા હતા. હાલમાં પણ આ સ્ટેશન પર PM મોદી ચા વેચતા હતા એ સમયનું સ્ટેશન અને ચાની કીટલી હયાત છે.

Advertisement

વડનગરમાં પડોશમાં રહેતા બા એ PM મોદીના ખૂબ કર્યા વખાણ

કહેવાય છે કે પાયો મજબૂત હોય ત્યારે જ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ થાય. કદાચ આજ વિચારધારાએ PM મોદીને આટલા મોટા બનાવ્યા હશે.  ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ તે જગ્યાએ પહોંચી જ્યા વડાપ્રધાન મોદીએ પોતાનું બાળપણ વિતાવ્યું. અમારી ટીમ ત્યા પહોંચી જે ઘરમાં તેમણે જન્મ લીધો. કહેવાય છે કે, સગા-સંબંધી નહીં પણ પડોશીને તમારી બધી જ ખબર હોય. આવું જ કઇંક અહીંયા જોવા મળ્યું, જ્યા વડાપ્રધાન મોદીના પડોશમાં રહેતા એક બાએ બાલ નરેન્દ્ર કેટલું તોફાન કરતા અને કેટલા હોશિયાર હતા તે વિશે અમારી ટીમને જણાવ્યું. બા એ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીના માતા હીરા બા અને હું ખાસ મિત્ર હતા, તેમના દીકરા નરેન્દ્રને મે રમાડ્યા છે, ઘણીવાર બોલવું પણ પડ્યું છે, ક્યારેક લાકડી લઇને તેમની પાછળ પણ દોડી છું. બા એ કહ્યું કે, નરેન્દ્ર મોદી બાળપણમાં ખૂબ જ તોફાની હતા, તેમના જેટલા તોફાની બીજા કોઇ નહોતા.

Advertisement

વડાપ્રધાન મોદી કઇ શાળામાં ભણ્યા હતા?

શાળાએ વિદ્યાનું મંદિર તો કહેવાય છે પરંતુ સંસ્કારનું ઘડતર અને સિંચન પણ અહીં જ થાય છે. ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમે વડાપ્રધાન મોદીના ઘરની સફર કર્યા બાદ તેમની શાળા (કુમાર શાળા નંબર-1) ની પણ મુલાકાત લીધી, જ્યા તેમણે પોતાનો અમૂલ્ય સમય વીતાવ્યો હતો. અહીંયા પહેલા ગાયકવાડ સરકારનું રાજ હતું, ત્યારબાદ 1888 માં આ શાળાનું નિર્માણ થયું. આ શાળા વિશે વિશેષ માહિતી સ્થાનિક લોક પાસેથી મળી હતી. જેમણે કહ્યું કે, આ શાળા 1888 માં બની હતી. જે બનવાનો ખર્ચ રૂ.16,032 થયો હતો. અહીં વડાપ્રધાન મોદી ધોરણ-1 થી 5 સુધીનો અભ્યાસ કર્યો હતો. પોતાના જીવનમાં શિક્ષણનો પાયો વડાપ્રધાન મોદીએ આ શાળામાં જ મુક્યો હતો. કહેવાય છે કે, આજે ભણતર તો હાઈ ફાઈ શાળામાં જ થાય તો જ તમારું બાળક આગળ ભવિષ્યમાં કઇંક બની શકે પણ વડાપ્રધાન મોદીએ તે વાતને બહુ પહેલા જ ખોટી સાબિત કરી બતાવી છે કે સામાન્ય શાળામાં ભણીને આગળ ન વધી શકાય. એક સામાન્ય શાળામાં ભણેલો એક વિદ્યાર્થીએ આજે દેશ અને દુનિયામાં પોતાનું એટલું મોટું નામ કરી દીધું છે જે વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.

વડનગરના વિકાસને લઇને સ્થાનિકોનું કહેવું છે કે, ગુજરાતમાં જ્યારે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી બન્યા તે પછી વડનગરનો વિકાસ શરૂ થયો હતો. તે પહેલા વડનગરમાં રહેતા વિદ્યાર્થીઓને ભણવા માટે બહાર જવું પડતું હતું પણ તે પછી જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પછી વડનગરમાં ધોરણ 1 થી MBBS સુધી વિદ્યાર્થીઓ ભણી શકે તેવી સગવડતા ઉભી કરી હતી. રાજ્યના અલગ-અલગ વિસ્તારોથી હવે વડનગરમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીએ કહ્યું કે, આજે વડનગરને ઐતિહાસિક નગરીમાં સામેલ કરી ટૂરિઝમ ક્ષેત્રે વડાપ્રધાન મોદીએ ખૂબ જ વિકાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. તેને 'સેવાના 9 વર્ષ' તરીકે વર્ણવતા, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણય લોકોના જીવનને સુધારવાના હેતુથી લેવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. 26 મે 2014 ના રોજ, PM નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોંગ્રેસ સિવાયની કોઇ પાર્ટીને બહુમતી મળી અને તેના વડાપ્રધાન બન્યા. છેલ્લા 9 વર્ષમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

આ પણ વાંચો - VADNAGAR TO VARANASI : PM મોદીના 9 વર્ષના સુશાસન પર મહાનુભાવો સાથે સંવાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.