Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rai University સામે એનએસયુઆઇનો મોટો આરોપ...

અમદાવાદની રાય યુનિવર્સીટીનો વિવાદ બહાર આવ્યો રાય યુનિવર્સીટી પર વિદ્યાર્થી સંગઠનનો મોટો આક્ષેપ પહેલા પ્રવેશ આપ્યો અને 6 મહિના બાદ ફી પરત કરતા હોબાળો અમદાવાદ NSUIએ રાય યુનિવર્સીટી ને આપ્યું અલ્ટીમેટમ Rai University : અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેની રાય...
rai university સામે એનએસયુઆઇનો મોટો આરોપ
  • અમદાવાદની રાય યુનિવર્સીટીનો વિવાદ બહાર આવ્યો
  • રાય યુનિવર્સીટી પર વિદ્યાર્થી સંગઠનનો મોટો આક્ષેપ
  • પહેલા પ્રવેશ આપ્યો અને 6 મહિના બાદ ફી પરત કરતા હોબાળો
  • અમદાવાદ NSUIએ રાય યુનિવર્સીટી ને આપ્યું અલ્ટીમેટમ

Rai University : અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેની રાય યુનિવર્સીટી (Rai University) નો વિવાદ બહાર આવ્યો છે જેમાં રાય યુનિવર્સીટી પર વિદ્યાર્થી સંગઠને મોટો આક્ષેપ કર્યો છે. NSUI એ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને પહેલા પ્રવેશ આપ્યો અને 6 મહિના બાદ ફી પરત કરી દેવાઇ હતી જેથી 10 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે. આ મામલે અમદાવાદ NSUIએ રાય યુનિવર્સીટીને અલ્ટીમેટમ આપ્યું છે.

Advertisement

પહેલા પ્રવેશ અપાયો હતો અને છ મહિના પછી ફી પરત આપી દીધી

Advertisement

અમદાવાદજિલ્લાા ધોળકા પાસેની રાય યુનિવર્સીટીનો વિવાદ બહાર આવ્યો છે. રાય યુનિવર્સીટી પર વિદ્યાર્થી સંગઠન NSUI એ મોટો આક્ષેપ કર્યો છે. NSUI એ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને પહેલા પ્રવેશ અપાયો હતો અને છ મહિના પછી ફી પરત આપી દીધી હતી. યુનિવર્સીટીની આ હરકતથી હોબાળો મચી ગયો છે.

Advertisement

આ પણ વાંચો---Harshad Bhojak એ ગેરકાયદેસર 10 માળનું બિલ્ડીંગ ઉભુ થવા દીધું

BA, LLB માં 19 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો

અમદાવાદ NSUI એ રાય યુનિવર્સીટીના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે અને યુનિવર્સીટીને અલ્ટીમેટમ આપ્યું છે. આરોપ મુજબ યુનિવર્સીટી દ્વારા BA, LLB માં 19 વિદ્યાર્થીઓ ને પ્રવેશ અપાયો હતો પણ હવે આ વિદ્યાર્થીઓનું ભાવિ અધવચ્ચે બગડી ગયું છે. આ વિદ્યાર્થીઓને આગામી સાત દિવસમાં ન્યાય આપવા NSUI એ માગ કરી છે.

આ પણ વાંચો---Gujarat: હવે લાંચ લીધી તો ગયા સમજો! આવી રહ્યું છે નવું બીલ?

Tags :
Advertisement

.