Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat ની 10 સહિત ગુજરાતની 35 મહિલા કતારની જેલમાં કેદ! જાણો કેમ ?

સુરતની બે મહિલા કતારની જેલમાં કેદ કતારમાં ડ્રગ્સ સાથે ઝડપાઇ હતી સુરતની બે મહિલા સુરતની 10 સહિત રાજ્યની 35 મહિલા કતારની જેલમાં: સૂત્ર સમીમ આણી ટોળકીએ રૂપિયાની લાલચ આપી હતી ડ્રગ્સની હેરાફેરી મામલે સુરતની (Surat) 10 મહિલા સહિત ગુજરાતની...
surat ની 10 સહિત ગુજરાતની 35 મહિલા કતારની જેલમાં કેદ  જાણો કેમ
  1. સુરતની બે મહિલા કતારની જેલમાં કેદ
  2. કતારમાં ડ્રગ્સ સાથે ઝડપાઇ હતી સુરતની બે મહિલા
  3. સુરતની 10 સહિત રાજ્યની 35 મહિલા કતારની જેલમાં: સૂત્ર
  4. સમીમ આણી ટોળકીએ રૂપિયાની લાલચ આપી હતી

ડ્રગ્સની હેરાફેરી મામલે સુરતની (Surat) 10 મહિલા સહિત ગુજરાતની 35 જેટલી મહિલાઓ કતારની (Qatar) જેલમાં કેદ હોવાનાં ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. સમીમ આણી ટોળકી મહિલાઓ થકી કતારમાં ડ્રગ્સ (Drugs) મોકલવાનાં રેકેટનો પર્દાફાશ થયો છે. ગત મહિને કતારમાં ડ્રગ્સ સાથે સુરતની બે મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી છે. જો કે, આ કેસમાં ટોળકી દ્વારા મહિલાઓને અંધારામાં રાખી ખોટી રીતે ફસાવી હોવાની ફરિયાદ સુરત પોલીસ કમિશનર સમક્ષ કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Harsh Sanghvi એ ભુજમાં વિવિધ કામોનું ઇ-લોકાર્પણ કર્યું

Advertisement

ભારતથી કતાર દેશમાં ડ્રગ્સની હેરાફેરીનાં રેકેટનો પર્દાફાશ!

પ્રાપ્ત માહિતી મુજબ, ભારતથી કતાર દેશમાં ડ્રગ્સની હેરાફેરીનાં મસમોટા અને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો છે. ભારતથી મહિલાઓ થકી કતાર દેશમાં ડ્રગ્સ મોકલવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ડ્રગ્સ રેકેટ હેઠળ સુરતની (Surat) 10 સહિત ગુજરાતની કુલ 35 જેટલી મહિલાઓ કતારની જેલમાં કેદ છે. ગત મહિને દોહા-કતાર એરપોર્ટથી (Doha-Qatar Airport) સુરતની બે મહિલાની માદક પદાર્થ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાઓની ઓળખ ભાગાતળાવની શીફા ચક્કીવાલા અને રામપુરાની શહેનાઝ શેખના બેગ તરીકે થઈ છે. મહિલાઓ પાસેથી ડ્રગ્સ અને પ્રતિબંધિત એબોર્શનની ગોળીઓ મળી આવી હતી.

આ પણ વાંચો - VADODARA : ભાયલી ગેંગ રેપ મામલે પોલીસના નિવેદનમાં વિરોધાભાસ

Advertisement

સમીમ આણી ટોળકી રૂપિયાની લાલચ આપતી

સૂત્રો મુજબ, સમીમ આણી ટોળકી એક વાર ફરી સક્રિય થઈ છે. ટોળકી દ્વારા મહિલાઓને રૂપિયાની લાલચ આપી કતાર દેશમાં ડ્રગ્સ અને એબોર્શનની ગોળીની (Abortion Pills) હેરાફેરા કરાવવામાં આવે છે. ધરપકડ થયેલ મહિલાઓને ટોળકી દ્વારા ટ્રીપ દીઠ 15-25 હજાર રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. સાથે જ રૂપિયાની લાલચ આપી લીગલી ડોલર મોકલવાનું પણ કહેવાયું હતું. બીજી તરફ સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner) સમક્ષ એવી ફરિયાદ કરવામાં આવી છે કે આ કેસમાં મહિલાઓને ફસાવવામાં આવી છે. ટોળકીનાં માણસોએ મહિલાઓની જાણ બહાર ચોરી-છૂપીથી બેગમાં ડ્રગ્સ-પ્રતિબંધિત દવા મૂકી હતી. આ મામલે, ફરિયાદી દ્વારા યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરાઈ છે. સાથે જ એવો પણ આરોપ કરાયો છે કે લાલ ગેટ પોલીસ (Lal Gate Police) ફરિયાદીને ધક્કે ચડાવી રહી છે.

આ પણ વાંચો - VADODARA : ગેંગ રેપના આરોપીના ઘરે મધરાત સુધી ખણખોદ, ફાયર વિભાગ તપાસમાં જોડાયું

Tags :
Advertisement

.