SURAT : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા એક્શન મોડમાં, એકસાથે 41 PI ની કરાઇ બદલી
SURAT : સુરત શહેરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હવે એક્શન મોડમાં આવી ગયા છે. એકસાથે 41 PI ની બદલી કરવામાં આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના PI એ સોનાની SOG પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ અમરોલી પોલીસ સ્ટેશનના...
Advertisement
SURAT : સુરત શહેરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હવે એક્શન મોડમાં આવી ગયા છે. એકસાથે 41 PI ની બદલી કરવામાં આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના PI એ સોનાની SOG પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ PI એચ.બી પટેલની વરાછા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બદલી કરાયેલ પોલીસ જવાનની યાદી :
Advertisement
- ચોક બજાર પોલીસ સ્ટેશનના સેકન્ડ PI સી.એસ ધોકાડવાની ટ્રાફિક શાખામાં બદલી
- સરથાણા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI કે એ ચાવડાની ટ્રાફિક શાખામાં બદલી
- ઉમરા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI ડી ડી ચૌહાણની ટ્રાફિક શાખામાં બદલી
- ઉતરાણ પોલીસ સ્ટેશનના PI એ ડી મહંતની આઈયુસીએડબલ્યુમાં બદલી
- જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના PI પી ડી પરમારની કંટ્રોલ રૂમમાં બદલી
- જ્યારે હજીરા પોલીસ સ્ટેશનના PI જી એસ પટેલની ટ્રાફિક શાખામાં બદલી
- સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ PI આર આર દેસાઈની સાઇબર ક્રાઇમમાં બદલી
- પાંડેસરા પોલીસ સ્ટેશનના PI એન કે કામલિયાની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી
- અલથાણ પોલીસ સ્ટેશનના PI એન કે ડામોરની ટ્રાફિક શાખામા બદલી
- મહીધરપુરા પોલીસ સ્ટેશનના PI જે બી ચૌધરીની એરપોર્ટ ઈમીગ્રેશનમાં બદલી
- ગોડાદરા પોલીસ સ્ટેશનના PI જે સી જાદવની સેકન્ડ પીઆઈ પુણા પોલીસ સ્ટેશન તરીકે બદલી
- ટ્રાફિકના PI મીનાબા ઝાલાની સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે બદલી
- અમરોલી પોલીસ સ્ટેશનના PI જે બી વનારની સિનિયર પીઆઇ અમરોલી પોલીસ સ્ટેશનમાં બદલી
- ભેસ્તાન પોલીસ સ્ટેશનના એચએમ ગઢવીની પાંડેસરા PI તરીકે બદલી
આ પણ વાંચો : WEATHER UPDATE : રાજ્યમાં વરસાદ અંગે મોસમ વિભાગની આગાહી, જાણો ક્યારે અને કયા કરશે મેઘરાજા એન્ટ્રી
Advertisement