Pager explosion પછી યાદી જાહેર કરી વિમાનમાં વસ્તુઓ પર લગાવાઈ રોક
- Pager અને Walkie-talkie માં થયેલા બ્લાસ્ટ વિશ્વની પ્રથમ ઘટના
- Pager અને Walkie-talkie માં બ્લાસ્ટે એક ખાસ સંદેશ પાઠવ્યો
- બહારથી આયાત કરાયેલા પેજરમાં વિસ્ફોટકો ફીટ કર્યા હતાં
Qatar Airways bans pagers walkie-talkies : Lebanon માં થયેલા Pager explosion એ દરેક દેશને હચમચાવી નાખ્યા છે. કારણ કે... અત્યાર સુધીમાં કોઈપણ દેશની સુરક્ષા એજેન્સી દ્વારા કરવામાં આવેલો આ હુમલો સૌથી ચતુર અને ભયાનક માનવામાં આવી રહ્યો છે. જોકે Pager explosion બાદ Lebanon એ આ હુમલા માટે ઈઝરાયેલે અને તેની ખુફિયા એજેન્સી મોસાદને જવાબદાર ગણાવી છે. ત્યારે આ બધાની વચ્ચે qatar airways દ્વારા એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
Pager અને Walkie-talkie માં થયેલા બ્લાસ્ટ વિશ્વની પ્રથમ ઘટના
Qatar airways ના જણાવ્યા અનુસાર, Lebanon ના હવાઈ મથકો ઉપરથી qatar airways ના વિમાનમાં મુસાફરી કરતા લોકો માટે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત કોઈપણ Lebanon નાગરિક Pager અથવા Walkie-talkie પોતાની સાથે રાખીને મુસાફરી કરી શકશે નહીં. કારણ કે... Pager અને Walkie-talkie માં ગત દિવસોમાં એક પછી એક વિશાળ વિસ્ફોટ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત Pager અને Walkie-talkie માં થયેલા આ બ્લાસ્ટમાં આશરે 32 લોકોના જીવ ગયા છે. ત્યારે 2800 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ પણ વાંચો: Israel Hezbollah war : હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં ભયંકર મિસાઇલ હુમલો કર્યો
Effective immediately: Following the directive received from the Directorate General of Civil Aviation of the Republic of Lebanon, all passengers flying from Beirut Rafic Harirl International Airport (BEY) are prohibited from carrying pagers and walkie-talkies on board flights.…
— Qatar Airways (@qatarairways) September 19, 2024
Pager અને Walkie-talkie માં બ્લાસ્ટે એક ખાસ સંદેશ પાઠવ્યો
Lebanon માં 17 સપ્ટેમ્બરના રોજ Pager અને Walkie-talkie માં એક પથી એક વિસ્ફોટ જોવા મળ્યા હતાં. ત્યારે Lebanon દેશ સાથે અન્ય દેશ પણ આ હુમલાને લઈ ચોંકી ગયા હતાં. જોકે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ઈઝરાયેલે Lebanon માં આવેલા હિઝબુલ્લાહના સૈનિકો દ્વારા ઉપયોગમાં કરવામાં આવતા Pager અને Walkie-talkie માં બ્લાસ્ટે એક ખાસ સંદેશ પાઠવ્યો હતો.
બહારથી આયાત કરાયેલા પેજરમાં વિસ્ફોટકો ફીટ કર્યા હતાં
જોકે આ તમામ બ્લાસ્ટ Lebanon માં આવેલા બેરુટમાં રહેતા હિઝબુલ્લાહના સૈનિકો પર થયા હતાં. જોકે Pager અને Walkie talkie માં થયેલા બ્લાસ્ટ વિશ્વની પ્રથમ ઘટના છે. તો ઈઝરાયેલે બહારથી આયાત કરાયેલા પેજરમાં વિસ્ફોટકો ફીટ કર્યા હતાં. દરેક ઉપકરણમાં 1 થી 2 ઔંસ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે બેટરીની નજીક લગાવવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉપકરણમાં એક સ્વીચ પણ લગાવવામાં આવી હતી.
આ પણ વાંચો: Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં ફરી આતંકી હુમલો, 6 સુરક્ષાકર્મીઓના મોત, 11 ઘાયલ