Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અભ્યાસ માટે Amreli જતી અમદાવાદની સગીરા પર બસમાં દુષ્કર્મ, નરાધમને 20 વર્ષની કેદ

અમદાવાદથી અમરેલી (Amreli) જતી સગીરા સાથે બસમાં દુષ્કર્મનો કેસ અમરેલી અભ્યાસ માટે જતી સગીરાને નરાધમે પીંખી નાખી કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી પીડિતાને રૂ. 4 લાખ વળતર ચૂકવવા માટે આદેશ કર્યો અમરેલીમાં (Amreli) અભ્યાસ કરતી અમદાવાદની 16...
11:14 AM Sep 11, 2024 IST | Vipul Sen
  1. અમદાવાદથી અમરેલી (Amreli) જતી સગીરા સાથે બસમાં દુષ્કર્મનો કેસ
  2. અમરેલી અભ્યાસ માટે જતી સગીરાને નરાધમે પીંખી નાખી
  3. કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી
  4. પીડિતાને રૂ. 4 લાખ વળતર ચૂકવવા માટે આદેશ કર્યો

અમરેલીમાં (Amreli) અભ્યાસ કરતી અમદાવાદની 16 વર્ષીય સગીરા સાથે ટ્રાવેલ્સ બસમાં શારિરીક અડપલાં કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની આકરી જેલની સજા ફટકારી છે. સાથે જ પીડિતાને રૂ. 4 લાખનું વળતર ચુકવવા માટે પણ કોર્ટે હુકમ કર્યો છે.

ગુજરાતમાં મહિલા સુરક્ષાને (Women's Safety) લઈને રાજ્ય સરકારે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. સાથે જ દુષ્કર્મ કેસમાં આરોપીઓને સખત સજા અને પીડિતાઓને ઝડપી ન્યાય મળી શકે તે માટે પણ સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં ગૃહ વિભાગ (Gujarat Home Department), સરકાર અને પોલીસની ઈચ્છાશક્તિથી હવે દુષ્કર્મ જેવા જઘન્ય કેસોમાં પીડિતાઓ અને તેમના પરિવારોને ઝડપી ન્યાય મળી રહ્યો છે. અમરેલીમાં (Amreli) દુષ્કર્મ કેસમાં આરોપીને સખત સજા ફટકારવામાં આવી છે. કેસની વાત કરીએ તો અમરેલીમાં અભ્યાસ કરતી સગીરા રજા હોવાથી અમદાવાદ આવી હતી.

આ પણ વાંચો - Surat : 15 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર 19 વર્ષીય કુટુંબી ભાઈને સખત સજા

અમદાવાદથી અમરેલી જતી બસમાં સગીરા સાથે દુષ્કર્મ

જાન્યુઆરી, 2023 માં રજા પૂરી થતાં 16 વર્ષીય સગીરા અભ્યાસ માટે ફરી અમરેલી (Amreli) જઈ રહી હતી ત્યારે અમરેલી-હિમ્મતનગરની એક ટ્રાવેલ્સમાં બેઠી હતી. દરમિયાન, અમદાવાદમાં (Ahmedabad) રહેતો ધ્રૂવ પરમાર પણ તે બસમાં સગીરાની સોફાવાળી સીટ પર નજીક આવીને બેઠો હતો. ધ્રૂવે સગીર યુવતીને અડપલાં કરી જાણીય સતામણી કરી હતી. આરોપીએ સગીરા પાસે શારિરીક સંબંધ બાંધવા માગણી પણ કરી હતી. સગીરાએ વિરોધ કરવા છતાં આરોપી ધ્રૂવે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ બ્લેકમેઇલ કરી, લગ્નની લાલચ આપી અને ડરાવી-ફોસલાવી અપહરણ કરી અમરેલીની અલગ-અલગ જગ્યાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો - Surat : વાલીઓ માટે લાલબત્તી સામન કિસ્સો, માતા ઘરકામમાં હતી, દોઢ વર્ષનું બાળક રમતું હતું અને..!

સ્પેશિયલ પોસ્કો કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી

આ મામલે પોલીસ ફરિયાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં (Special POSCO Court) કેસ ચાલી જતાં કોર્ટે તમામ પુરાવાનાં આધારે આરોપી ધ્રૂવ પરમારને દોષી ઠેરવ્યો હતો અને 20 વર્ષની આકરી જેલની સજા ફટકારી હતી. આ સાથે કોર્ટે પીડિત યુવતીને રૂ. 4 લાખનું વળતર ચૂકવવા માટે હુકમ પણ કર્યો હતો, જેમાં 25 ટકા રકમ રોકડ અને બાકીની 75 ટકા રકમ ફિક્સ ડિપોઝિટમાં મૂકવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો - સુરત બાદ Bharuch માં તંગદિલી, મોડી રાતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ

Tags :
AhmedabadAmreliGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Home DepartmentGujarat PoliceGujarati NewsHarsh SanghviLatest Gujarati NewsRape CasesSpecial POSCO CourtWomen's Safety
Next Article