ગૃહ વિભાગે DySP પટેલ અને રોજિયાને આપ્યા આઉટ ઑફ ટર્ન પ્રમોશન
Gujarat સરકારના ગૃહ વિભાગે (Home Department) બે અધિકારીઓની કરેલો બઢતીનો હુકમ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. ગુજરાત પોલીસમાં એક અલગ જ નામ અને કામ ધરાવતા બે ડીવાયએસપીને ગૃહ વિભાગે સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ (Superintendent of Police) તરીકે બઢતી આપી છે....
Advertisement
Gujarat સરકારના ગૃહ વિભાગે (Home Department) બે અધિકારીઓની કરેલો બઢતીનો હુકમ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. ગુજરાત પોલીસમાં એક અલગ જ નામ અને કામ ધરાવતા બે ડીવાયએસપીને ગૃહ વિભાગે સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ (Superintendent of Police) તરીકે બઢતી આપી છે. ગૃહ વિભાગે ATS ના DySP કે. કે. પટેલ (K K Patel) અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયા (B P Rojiya) ને આઉટ ઑફ ટર્ન પ્રમોશન (Out of turn Promotion) આપ્યા છે. એક સાથે બબ્બે ડીવાયએસપીને એસપી તરીકેની બઢતી આપવામાં આવતા ગુજરાત પોલીસમાં એક નવો ઈતિહાસ રચાયો છે.
ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે સુરત શહેર અને એટીએસમાં જ નિમણૂંંક આપી છે. ડીવાયએસપી કે. કે. પટેલને SP ATS તરીકે નિમણૂંક આપી છે. જ્યારે બી. પી. રોજિયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક કરી છે.
Advertisement
Advertisement
આ પણ વાંચો-FAKE SIM CARD : પ્રધાનમંત્રી યોજનાના 5 જિલ્લાના લાભાર્થીઓનો ડેટા વેચાઈ ગયો