Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નંબર વન બની Team India, WTC ના ફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત

Team India in World Test Championship Points Table : રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે (Indian cricket team) કાનપુરમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને ટેસ્ટ શ્રેણી 2-0થી કબજે કરી  છે, જે ભારત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. બાંગ્લાદેશની ટીમે (Bangladesh Team) ભારતીય...
નંબર વન બની team india  wtc ના ફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત

Team India in World Test Championship Points Table : રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે (Indian cricket team) કાનપુરમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને ટેસ્ટ શ્રેણી 2-0થી કબજે કરી  છે, જે ભારત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. બાંગ્લાદેશની ટીમે (Bangladesh Team) ભારતીય ટીમ (Indian Team) ને 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ટીમ ઈન્ડિયા (Team India) એ 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જ્યારે મેચમાં વરસાદી વિઘ્ન જોવા મળ્યું ત્યારે કોઇને પણ આશા નહોતી કે આ મેચનું કોઇ પરિણામ પણ આવશે. પણ જે રીતે ટીમ ઈન્ડિયાએ પ્રદર્શન કર્યું તે આ જીતને deserve કરે છે.

Advertisement

WTC પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાનું સ્થાન

આ જીતે ટીમ ઈન્ડિયાના ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેમાં પોઇન્ટ (PCT) 71.67%થી વધીને 74.24% થઈ ગયો છે. બીજી બાજુ, બાંગ્લાદેશને આ પરાજયથી ગંભીર નુકસાન થયું છે અને તે સીધા સાતમા સ્થાને પહોંચી ગઈ છે. રોહિત શર્માની નેતૃત્વ ક્ષમતાએ બાંગ્લાદેશ વિરુદ્ધ જે કરી બતાવ્યું છે તેનું જ પરિણામ છે કે, આજે ટીમ ઈન્ડિયા ICC WTC પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે ઓસ્ટ્રેલિયાની ટીમ છે જેના પોઇન્ટ (PCT) અત્યારે 62.50 છે. કાંગારુ ટીમને WTC ફાઈનલ પહેલા ભારત અને શ્રીલંકા સાથે ટેસ્ટ શ્રેણી રમવાની છે. જ્યારે શ્રીલંકાની ટીમ 55.56 PCT સાથે આ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આ રીતે, હાલમાં આ ત્રણેય ટીમોની ફાઇનલમાં પહોંચવાની સૌથી વધુ તકો છે.

Advertisement

અન્ય ટીમોની શું હાલત છે?

શ્રીલંકા બાદ ઈંગ્લેન્ડની ટીમ આ યાદીમાં ચોથા ક્રમે છે. જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં 42.19ની જીતની ટકાવારી સાથે ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ યાદીમાં 38.89ના PCT સાથે પાંચમા સ્થાને છે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 37.50ના PCT સાથે છઠ્ઠા સ્થાને છે. WTC ફાઈનલ માટે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની તકો લગભગ સમાપ્ત થઈ ગઈ છે, તેમની PCT અનુક્રમે 19.05 અને 18.52 પર છે.

આ પણ વાંચો:  IND vs BAN: કાનપુર ટેસ્ટમાં ભારતની શાનદાર જીત, 2-0થી સિરીઝ પર કબ્જો કર્યો

Advertisement

Tags :
Advertisement

.