Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મતદાનના અવસરનું ફાઇનલ કાઉન્ટ ડાઉન શરૂ, પારદર્શી માહોલમાં મતદાન યોજવા ચૂંટણી તંત્ર સજ્જ

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો માટે મતદાનનું આખરી કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી માહોલમાં મતદાન યોજવા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયું છે.૩૦મી નવેમ્બરે સવારથી પોલિંગ સ્ટાફને જે તે વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટર પરથી EVM અને VVPet  ફાળવવામાં આવી રહ્યા છે. આ સાથે વિધાનસભાના ચૂંટણી અધિકારી દ્વારા તમામ પોલિંગ સ્
મતદાનના અવસરનું ફાઇનલ કાઉન્ટ ડાઉન શરૂ  પારદર્શી માહોલમાં મતદાન યોજવા ચૂંટણી તંત્ર સજ્જ
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો માટે મતદાનનું આખરી કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી માહોલમાં મતદાન યોજવા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયું છે.
૩૦મી નવેમ્બરે સવારથી પોલિંગ સ્ટાફને જે તે વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટર પરથી EVM અને VVPet  ફાળવવામાં આવી રહ્યા છે. આ સાથે વિધાનસભાના ચૂંટણી અધિકારી દ્વારા તમામ પોલિંગ સ્ટાફને મતદાન  વખતે કરવાની કામગીરી અને ધ્યાનમાં રાખવાની સાવધાનીઓ અંગે માર્ગદર્શક સૂચના આપવામાં આવશે. બાદમાં પોલિંગ સ્ટાફ હથિયારધારી જવાનોના બંદોબસ્ત સાથે પોતાના મતદાન મથકો માટે પ્રસ્થાન કરશે. આશરે 200થી વધુ ઝોનલ અધિકારીઓના નિરીક્ષણ અને સંકલનમાં વિવિધ પોલિંગ ટીમો કામગીરી કરશે. પોલિંગ ટીમોના પરિવહન માટે 80થી વધુ એસ.ટી. બસો ફાળવવામાં આવી છે. 
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં કુલ 2264 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી આશરે 1313 મતદાન મથકો શહેરી વિસ્તારોમાં જ્યારે આશરે 950 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે. જિલ્લામાં 1080 જેટલા મતદાન મથક સ્થળો છે. જેમાંથી 300 જેટલા મતદાન સ્થળો ક્રિટીકલ શ્રેણીમાં છે. જેમાં 725 જેટલા ક્રિટીકલ મતદાન મથકો છે. રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણીમાં મતદાનની કામગીરીમાં આશરે 12 હજાર જેટલો સ્ટાફ ખડેપગે કામ કરી રહ્યો છે. જેમાં 2491 જેટલા પ્રિસાઈડિંગ ઓફિસર, 2491 પ્રથમ પોલિંગ અધિકારી, 878 પોલિંગ અધિકારી, 2815 જેટલા મહિલા પોલિંગ અધિકારી તેમજ અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. 
પોતાના મતદાન મથક પર પોલિંગ ટીમો પહોંચી ગયા પછી ઝોનલ ઓફિસરને રિપોર્ટ કરશે અને ઝોનલ ઓફિસર દ્વારા ચૂંટણી અધિકારીને રિપોર્ટિંગ કરાશે. આમ મતદાનની અગાઉના દિવસની સાંજ સુધીમાં મતદાન મથકો પર ટીમો પહોંચી જાય અને પોતાની કામગીરી સંભાળી લે તેવું સુવ્યવસ્થિત આયોજન અમલી બનાવવામાં આવ્યું છે. લોકશાહીના આ અવસરમાં મતદારોનો મતદાન માટે ઉત્સાહ વધે તે માટે ચૂંટણી તંત્રે નાવીન્યપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. જે મુજબ, જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ 7 સખી મતદાન મથક મળીને કુલ 56 સખી મતદાન મથક બનાવાયા છે, જે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત હશે. 
જ્યારે વિધાનસભા દીઠ એક દિવ્યાંગ મતદાન મથક મળીને જિલ્લામાં 8 મતદાન બૂથ એવા છે, જે દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત હશે. જિલ્લામાં 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં યુવા મતદાન મથક બનાવાયું છે, જે યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત હશે. ઉપરાંત દરેક વિધાનસભા મત વિસ્તારમાં એક  મોડેલ મતદાન મથક પણ બનાવાયું છે, જે મતદારોને મતદાન માટે પ્રેરિત કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.