T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ માટે આ તારીખે તૈયાર રહેજો
- ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર
- 3 ઓક્ટોબરથી શરૂ થશે આ ટૂર્નામેન્ટ
- ભારત અને પાકિસ્તાન વચ્ચે જલ્દી જ જોવા મળશે મહા મુકાબલો
ICC Women's T20 World Cup 2024 : ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 (ICC Women's T20 World Cup 2024) માટેનું નવીનતમ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ (Tournament) ની તમામ મેચો હવે બાંગ્લાદેશને બદલે UAE માં રમાશે. ટૂર્નામેન્ટ 3 ઓક્ટોબરે શરૂ થશે અને 20 ઓક્ટોબરે ફાઈનલ (Final) સાથે પૂર્ણ થશે. ટીમ ઈન્ડિયા (Team India), હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની આગેવાની હેઠળ, આ ટૂર્નામેન્ટમાં પોતાની કાબેલિયત સાબિત કરવા ઉતરશે. આ ટૂર્નામેન્ટમાં પણ ક્રિકેટ પ્રેમીઓ તે જાણવા ઉત્સુક છે કે ભારત અને પાકિસ્તાન (India and Pakistan) ની મેચ રમાશે કે નહીં, અને જો રમાશે તો ક્યારે રમાશે? આ ક્રિકેટ પ્રેમીઓને જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મહત્વપૂર્ણ મેચ 6 ઓક્ટોબરે દુબઈ (Dubai) માં યોજાવાની છે.
T20 ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો અને ગ્રુપ્સ
આ ટૂર્નામેન્ટ માટે ICCએ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચી છે. ગ્રુપ-A માં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ-B માં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, અને સ્કોટલેન્ડને સ્થાન આપવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 3 ઓક્ટોબરે દુબઈ વચ્ચે રમાશે.
મેચ ફોર્મેટ અને શેડ્યૂલ
ટૂર્નામેન્ટમાં કુલ 23 મેચો યોજાશે, જેમાં દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 4-4 મેચ રમશે. બંને ગ્રૂપની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને ફાઇનલ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.
વિશેષ દિવસો અને ભારતની પ્રથમ મેચ
ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે. મહત્વપૂર્ણ રીતે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-પ્રોફાઇલ મેચ 6 ઓક્ટોબરે દુબઈના મેદાન પર યોજાશે. આ સિવાય, ટીમ ઈન્ડિયા 9 ઓક્ટોબરે શ્રીલંકા સામે અને 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જોવા મળશે. ટૂર્નામેન્ટમાં, સેમી-ફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યા છે.
ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ
3 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs સ્કોટલેન્ડ, શારજાહ
3 ઓક્ટોબર: પાકિસ્તાન vs શ્રીલંકા, શારજાહ
4 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, દુબઈ
4 ઓક્ટોબર: ભારત vs ન્યુઝીલેન્ડ, દુબઈ
5 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs ઈંગ્લેન્ડ, શારજાહ
5 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા, શારજાહ
6 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન, દુબઈ
6 ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝ vs સ્કોટલેન્ડ, દુબઈ
7 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા, શારજાહ
8 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, શારજાહ
9 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs સ્કોટલેન્ડ, દુબઈ
9 ઓક્ટોબર: ભારત vs શ્રીલંકા, દુબઈ
10 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs વેસ્ટ ઈન્ડિઝ, શારજાહ
11 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, દુબઈ
12 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા, શારજાહ
12 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs દક્ષિણ આફ્રિકા, દુબઈ
13 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ, શારજાહ
13 ઓક્ટોબર: ભારત vs ઓસ્ટ્રેલિયા, શારજાહ
14 ઓક્ટોબર: પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ, દુબઈ
15 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, દુબઈ
17 ઓક્ટોબર: પ્રથમ સેમી-ફાઇનલ, દુબઈ
18 ઓક્ટોબર: બીજી સેમી-ફાઇનલ, શારજાહ
20 ઓક્ટોબર: ફાઈનલ, દુબઈ
આ પણ વાંચો: BCCI ની મોટી જાહેરાત, જુનિયર ક્રિકેટમાં મળશે POTM, આ ટૂર્નામેન્ટમાં પણ મળશે ઈનામ