Paris Olympic 2024 : ભારતે હોકીમાં જીત્યો Bronze Medal
- હોકીમાં ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલ
- હોકીમાં ભારતનો વિજય
- ભારતીય હોકી ટીમે મેળવ્યો બ્રોન્ઝ
- ભારતીય હોકી ટીમની શાનદાર સિદ્ધિ
Paris Olympic 2024 : આજે ભારત અને સ્પેનની હોકી ટીમો આમને-સામને જોવા મળી હતી. જ્યા બંને ટીમો વચ્ચેની આ મેચ પેરિસના સ્ટેડ યવેસ-ડુ-માનોઇર ખાતે આયોજિત કરવામાં આવી હતી. બંને ટીમો આ મેચ બ્રોન્ઝ મેડલ જીતવા માટે મેદાને ઉતરી હતી. જેમા સ્પેનની શરૂઆત ઘણી સારી રહી હતી. તેમણે પેનલ્ટી સ્ટ્રોકમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. પેનલ્ટી સ્ટ્રોકથી ભારતને મોટો ફટકો પડ્યો હતો. મિરાલેસે સ્પેન માટે આ ગોલ કર્યો હતો. તે પછી ભારતે એક પછી એક 2 ગોલ ફટકાર્યા હતા. આ રીતે ભારતીય ટીમે મેચ 2-1 થી જીતી લીધી હતી. અને ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે.
ભારતીય હોકી ટીમે મેળવ્યો બ્રોન્ઝ
પેરિસ ઓલિમ્પિકની હોકી બ્રોન્ઝ મેડલ મેચ ભારત અને સ્પેન વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 2-1થી જીતીને બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો. લાંબા સમય બાદ ભારતે સતત બીજી વખત ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં પણ ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં હોકીમાં ભારતનો આ 13મો મેડલ છે. આ ઐતિહાસિક મેચમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા, જે બંને પેનલ્ટી કોર્નર દ્વારા થયા હતા. જે ક્ષણની ભારતીય હોકી ટીમ અને 140 કરોડ દેશવાસીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે આજે આવી ગયો. ભારતીય હોકી ટીમે આજે બ્રોન્ઝ મેચમાં સ્પેનને હરાવ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં આ ભારતનો ચોથો મેડલ છે.
🇮🇳🥉 𝗕𝗥𝗜𝗟𝗟𝗜𝗔𝗡𝗧 𝗕𝗥𝗢𝗡𝗭𝗘! Many congratulations to the men's hockey team on securing a second consecutive Olympic Bronze medal after previously winning it at 🇯🇵 Tokyo 2020.
🔥 The Indian men's hockey team last won back-to-back Bronze medals in the 1968 and 1972… pic.twitter.com/Yl4gQpj7vI
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 8, 2024
ભારતે હોકીમાં 12મો મેડલ જીત્યો
આ મેચમાં બંને ટીમો વચ્ચે ગાઢ હરીફાઈ જોવા મળી હતી પરંતુ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહની ડ્રેગ ફ્લિક સામે સ્પેન પરાજય પામ્યો હતો અને અંતે 2-1થી હારી ગયો હતો. હોકીમાં ભારતનો આ 12મો ઓલિમ્પિક મેડલ છે. આ પહેલા ટીમે 8 ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતીય ટીમને સેમીફાઈનલમાં જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં હતી અને તેના પર મેડલની આશા બંધાઈ રહી હતી. ભારતે આ અપેક્ષાઓ પૂરી કરીને ઈતિહાસ રચ્યો હતો. જણાવી દઈએ કે હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતીને 41 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો હતો. ભારતીય ટીમે સતત બીજી વખત મેડલ કબજે કર્યો છે.
આ પણ વાંચો: Paris Olympic 2024: જેવલિન થ્રો અને હૉકીમાં મેડલની આશા,જાણો આજનાં શેડ્યુલ અંગે