Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 વર્લ્ડ કપના ફાઇનલમાં પાકિસ્તાન ભારતને હરાવી બદલો લેશે, જાણો કોણે કરી ભવિષ્યવાણી

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં ઘણી વખત અપસેટ થતા આપણે સૌએ જોયો છે. નેધરલેન્ડ્સ જેવી ટીમ કે જેને સૌથી નબળી ટીમ કહેવાય છે તેની સામે ખરાબ રીતે હારીને દક્ષિણ આફ્રિકાની ટીમ ઘર ભેગી થઇ ગઇ છે. ત્યારે ગ્રુપ સ્ટેજની પોતાની અંતિમ મેચ રમીને પાકિસ્તાન અને ભારત (Pakistan - India) ની ટીમ અનુક્રમે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે (Bangladesh) ને હરાવી સેમી ફાઈનલ (Semi Final) માં પહોંચી ગઇ છે. ત્યારે હવે એવા સમાચાર (News) પણ વાયુવેગે પ્રસàª
t20 વર્લ્ડ કપના ફાઇનલમાં પાકિસ્તાન ભારતને હરાવી બદલો લેશે  જાણો કોણે કરી ભવિષ્યવાણી
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં ઘણી વખત અપસેટ થતા આપણે સૌએ જોયો છે. નેધરલેન્ડ્સ જેવી ટીમ કે જેને સૌથી નબળી ટીમ કહેવાય છે તેની સામે ખરાબ રીતે હારીને દક્ષિણ આફ્રિકાની ટીમ ઘર ભેગી થઇ ગઇ છે. ત્યારે ગ્રુપ સ્ટેજની પોતાની અંતિમ મેચ રમીને પાકિસ્તાન અને ભારત (Pakistan - India) ની ટીમ અનુક્રમે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે (Bangladesh) ને હરાવી સેમી ફાઈનલ (Semi Final) માં પહોંચી ગઇ છે. ત્યારે હવે એવા સમાચાર (News) પણ વાયુવેગે પ્રસરી રહ્યા છે કે આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફાઈનલમાં આવી શકે છે. 
અંતિમ સમયે દક્ષિણ આફ્રિકા ફેંકાઇ ગયું
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં રોમાંચ હજુ પણ જોવા મળી રહ્યું છે. જેવી રીતે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં તમને રોમાંચ જોવા મળે છે તેવી જ રીતે T20 વર્લ્ડ કપના સુપર 12મા પણ આવો જ સસ્પેન્સ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. દરેક મેચ પછી સમીકરણો બદલાયા છે. જે પાકિસ્તાન વિશે કહેવાતું હતું કે તે હવે ટૂર્નામેન્ટમાંથી ફેંકાઇ ગયું છે તે આજે સેમી ફાઈનલમાં પહોંચી ગયું છે. ગ્રુપ 2ની સૌથી દમદાર ટીમ ગણાતી દક્ષિણ આફ્રિકા અંતિમ સમયે ટૂર્નામેન્ટમાંથી ફેંકાઇ ગઇ છે. પાકિસ્તાને જે રીતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું તે પછી પોઈન્ટ ટેબલ બદલાઇ ગયું. જોકે, ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનની જીતનો જબરદસ્ત ફાયદો મળ્યો છે અને હવે સમીકરણો એવા બની રહ્યા છે કે T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે. 
વિરાટ અને સૂર્યકુમારને ભારતીય ટીમમાંથી કરો બહાર અને પછી...
T20 વર્લ્ડ કપ 2022મા સુપર 12નો તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે સેમી ફાઈનલની રેસ શરૂ થઈ ગઈ છે. ચાર ટીમો સેમી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ છે, જેમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. સેમી ફાઈનલમાં પાકિસ્તાનની પસંદગી બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને પાકિસ્તાનના બોલિંગ કોચ શોન ટેટ (Shaun Tait) નો ઉત્સાહ ઘણો વધારે છે અને તેમને પોતાની ટીમમાં પણ ઘણો વિશ્વાસ છે. તેમણે હાલમાં જ કેટલીક ટ્વીટ કરી છે અને ભારત-પાકિસ્તાનની ટીમની સરખામણી પણ કરી છે. ટોટે ટ્વીટમાં લખ્યું છે કે, 'જો કોઈ ભારતીય ટીમને પાકિસ્તાન કરતા વધુ સારી બનાવે છે તો તે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ છે. આ બંને ખેલાડીઓને બહાર કાઢો અને જુઓ તો ભારતનો બેટિંગ ઓર્ડર પણ પાકિસ્તાન જેવો જ છે.
Advertisement

ફાઈનલમાં આવશે ભારત-પાકિસ્તાન, ભારતને હરાવી પાક. લેશે બદલો
પાકિસ્તાનના કોચ શોન ટેટને તેમની ટીમના અત્યાર સુધીના પ્રદર્શન પર ઘણો વિશ્વાસ છે અને તેમને લાગે છે કે, T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ ભારત અને પાકિસ્તાન (India - Pakistan) વચ્ચે થશે અને આ ફાઇનલમાં પાકિસ્તાન ભારતને હરાવશે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'મારું sixth sense કહી રહ્યું છે કે આ વખતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનનો ભારત સામે મુકાબલો થશે અને તે તેને હરાવીને ગ્રુપ સ્ટેજમાં મળેલી હારનો બદલો લેશે. મહત્વનું છે કે, આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 23 ઓક્ટોબર 2022ના રોજ રમાઈ હતી, જેમા ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

બાબર પર વસીમ અકરમે કર્યા શાંબ્દિક પ્રહાર
ભલે આજે પાકિસ્તાનની ટીમ સેમી ફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ થઇ છે પરંતુ આ પહેલા ટીમના કેપ્ટન બાબર આઝમને લઇને પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ ખૂબ જ શાંબ્દિક પ્રહારો કર્યા હતા. વસીમ અકરમે બાબર આઝમની કેપ્ટનશિપ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેણે કેપ્ટનશિપમાં મન લગાવવાની જરૂર છે. તેનણે કહ્યું, 'તેણે થોડું સમજદાર બનવું પડશે. હવે આ મહોલ્લાની ટીમો નથી કે મારો ઓળખીતો આવે કે મારો મિત્ર આવે. જો હું હોત તો આ વ્યક્તિ (શોએબ મલિક)ને મિડલ ઓર્ડરમાં પ્રથમ સ્થાન આપતો. કારણ કે આ ઓસ્ટ્રેલિયા છે, તે શારજાહ કે દુબઈ નથી જ્યાં કોઈ ઉછાળો નથી હોતો. અકરમે પાકિસ્તાની બોલિંગની ભૂલોને પણ ઉજાગર કરી હતી. તેમણે કહ્યું કે, ઝિમ્બાબ્વેના બોલરોએ લેન્થ બોલિંગ કરી જ્યારે પાકિસ્તાની બોલરો યોર્કર માટે જઈ રહ્યા હતા. હવે બોલિંગ કોચ શોન ટેટે આ લોકોને જણાવવું પડશે કે બોલ ક્યાં ફેંકવો. તમે આવી ભૂલો કેવી રીતે કરી શકો?

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.