MI vs CSK: મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના 3 વિકેટે 64 રન
- આજે IPL 2025 ની 38મી મેચ, MI vs CSK
- MI ટોસ જીતી બોલિંગ પસંદ કરી
- ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) 3 વિકેટે 64 રન બનાવી લીધા છે
MI vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં આજે 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનું નક્કી કર્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 1 વિકેટ ખોઈને 50 રન બનાવી લીધા છે.
Mumbai Indians હારનો બદલો લઈ શકશે?
IPL 2025માં મુંબઈ અને ચેન્નાઈ બંને ટીમો ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરી ચૂકી છે. આ મેચમાં CSK એ 4 વિકેટથી શાનદાર વિજય મેળવી હતી. આજે મુંબઈની ટીમ આ હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. પોઈન્ટ ટેબલમાં MI અને CSK અનુક્રમે 7મા અને 10મા ક્રમે છે.
Mumbai Indians માત્ર 3 મેચ જીતી
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે તેના ઘરઆંગણે તેના કટ્ટર હરીફ CSK સામે ટકરાઈ રહી છે. IPL 2025 માં ખરાબ શરૂઆત બાદ, Mumbai Indians એ છેલ્લી 2 મેચ જીતીને શાનદાર વાપસી કરી છે. આ સિઝનમાં MI ટીમે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે. જેમાંથી 4 મેચમાં હાર અને માત્ર 3 મેચમાં જીત મેળવી છે.
Chennai Super Kings માત્ર 2 મેચ જીતી
ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) આ સિઝનમાં તેમના ચાહકોને ખૂબ નિરાશ કર્યા છે. એમએસ ધોનીની આગેવાની હેઠળની આ ટીમે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે. જેમાંથી 5 મેચમાં હાર અને માત્ર 2 મેચમાં જીત મેળવી છે. CSK એ MI ને હરાવીને સિઝનની ધમાકેદાર શરૂઆત કરી. પરંતુ આ પછી, તેમને સતત 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. જોકે, લખનૌ સુપર જાયન્ટ્સ સામેની તેમની છેલ્લી મેચમાં, તેઓએ 5 વિકેટથી જીત મેળવી હતી.
MI vs CSK હેડ ટુ હેડ રેકોર્ડ્સ
મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં અત્યાર સુધી 38 મેચોમાં એકબીજા સામે ટકરાઈ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 વખત જીત્યું છે. જ્યારે CSK એ 18 મેચ જીતી છે. આજે બંને ટીમો વચ્ચે એક મહા મુકાબલો થઈ રહ્યો છે.
𝙋𝙞𝙘𝙩𝙪𝙧𝙚 𝙖𝙗𝙝𝙞 𝙗𝙖𝙖𝙠𝙞 𝙝𝙖𝙞 𝙢𝙚𝙧𝙚 𝙙𝙤𝙨𝙩… 🔥#MI have scores to settle against #CSK in the #IPLRevengeWeek! 👀
PS: Do you remember what happened when @hardikpandya7 met #Dhoni last time at Wankhede? 🫣#IPLonJioStar 👉 #MIvCSK | SUN, 20 APR | 6:30 PM on… pic.twitter.com/CJ8NWH83NR
— Star Sports (@StarSportsIndia) April 19, 2025
આ પણ વાંચોઃ PBKS vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીના અણનમ 73 રન
Mumbai Indians પ્લેઈંગ-11
રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(Hardik Pandya) (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ.
ઇમ્પેક્ટ પ્લેયર: વિગ્નેશ પુથુર
Chennai Super Kings સંભવિત પ્લેઇંગ-11
શેખ રશીદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, જેમી ઓવરટોન, એમએસ ધોની(Mumbai Indians) (કેપ્ટન અને વિકેટકીપર), અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ.
ઈમ્પેક્ટ પ્લેયર: મતિશા પથિરાના
આ પણ વાંચોઃ PBKS vs RCB: બેંગાલોરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, પંજાબનો કેપ્ટન માત્ર 6 રન બનાવી આઉટ