શું ROHIT SHARMA ની MUMBAI INDIANS માટે છે આ છેલ્લી સીઝન? KKR એ પોસ્ટ કરેલ વિડીયોમાં થયો ખુલાસો
IPL 2024 માં PLAY OFF સુધી પહોંચવાનો રોમાંચ હવે જામ્યો છે. આજે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુંબઈ ઈંડિયંસ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો છે. આ મેચ પહેલા બને ટીમો ઈડન ગાર્ડનમાં પ્રૅક્ટિસ કરી રહી હતી, ત્યારે ROHIT SHARMA અને અભિષેક નાયર કે જેઓ કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ છે તેમના વચ્ચે વાત-ચીતનો વિડીયો KKR ના ઓફીસિયલ અકાઉંટ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડીયો હાલ ચારે તરફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોમાં ROHIT SHARMA કહી રહ્યા છે કે, તેમનું આ વર્ષ મુંબઈ ઈંડિયંસની ટીમમાં છેલ્લું વર્ષ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..
"ભાઈ મેરા કયા મેરા તો યે લાસ્ટ હૈ" - ROHIT SHARMA
... That chat.
Rohit to Nayar "Ek ek cheez change ho rha hai!,, Wo unke upar hai,,, Jo bhi hai wo mera ghar hai bhai, wo temple mene banwaya hai"
Last line - "Bhai mera kya mera to ye last hai" And now KKR deleted that chatting video of Rohit Sharma and Nayar
#RohitSharma pic.twitter.com/4BiQzutQdH
— HitMan 🖤 (@Sachin__i) May 11, 2024
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો જેમાં અભિષેક નાયર અને રોહિત શર્મા બને એક બીજા સાથે વાત કરી રહ્યા હતા. આજુબાજુના અવાજના કારણે તેમના વચ્ચેની વાતચીત સ્પષ્ટ સંભળાઈ રહી નથી. પરંતુ જેટલો પણ અવાજ આવે છે તેમાં રોહિત શર્મા કહી રહ્યા છે કે, "દરેક વસ્તુ બદલાઈ રહી છે! તે તેમના પર છે, જે કંઈ છે તે મારુ ઘર છે, મેં તે મંદિર બનાવ્યું છે." વધુમાં તેમણે આગળ વાત કરતાં ઉમેર્યું હતું કે - "ભાઈ મેરા કયા મેરા તો યે લાસ્ટ હૈ". આ વિડીયો પોસ્ટ થયા બાદ KKR દ્વારા ડીલિટ કરવામાં આવ્યો હતો. પરંતુ ફેન્સ એવું અનુમાન લગાવી રહ્યા છે કે રોહિત શર્મા મુંબઈ ઈંડિયંસ વિશે વાત કરી રહ્યા છે. જો કે અમે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી, તે માત્ર દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે ચાહકો વિવિધ અનુમાન લગાવી રહ્યા છે.
રોહિત-હાર્દિક વિવાદ બન્યો હતો ચર્ચાનો વિષય
નોંધનીય છે કે, રોહિત શર્માને આ વર્ષે MUMBAI INDIANS ની કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો હતો અને હાર્દિક પંડયાને મુંબઈનો નવો કપ્તાન બનાવવામાં આવ્યો હતો. આ ફેરફાર બાદ જ રોહિત અને હાર્દિક વચ્ચેના વિવાદના સમાચાર દરરોજ સોશિયલ મીડિયા પર આવતા રહે છે. રિપોર્ટ્સ અનુસાર મુંબઈના ઘણા ખેલાડીઓ હાર્દિકની કેપ્ટનશિપથી ખુશ નથી. આ સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
આ પણ વાંચો : BCCI એ શુભમન ગિલને આપ્યો મોટો ઝટકો, વધુ એક ભૂલ થશે તો Banned…