Virat Kohli ની પોસ્ટ જોઈને હેરાન થયા ફેન્સ, શું છે 'કિંગ'નો ઈશારો?
- વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા કરી પોસ્ટ
- પોસ્ટ જોઈને હેરાન થયા ફેન્સ
- પોતાની સફરને ખૂબ જ અનોખી રીતે યાદ કરી
Virat Kohli:ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli)એ બુધવારે એટલે કે 20 નવેમ્બરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવી એક પોસ્ટ શેર કરી, જેણે ફેન્સના ધબકારા વધારી દીધા. તેને ઈન્સ્ટાગ્રામ પર આ નોટ શેર કરતાની સાથે જ ફેન્સ હેરાન થઈ ગયા અને તેમના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા.
પોતાની સફરને ખૂબ જ અનોખી રીતે યાદ કરી
પોસ્ટની શરૂઆતની પંક્તિઓ ફેન્સને આશ્ચર્યમાં મૂકે છે કે શું કોહલી (Virat Kohli)ક્રિકેટમાંથી નિવૃત્તિ જેવો કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. પરંતુ પોસ્ટને ધ્યાનથી વાંચવા પર, તે સ્પષ્ટ થઈ ગયું કે આ નોટ વિરાટ કોહલીની તેની કંપની સાથેની દસ વર્ષની સફર વિશે છે. કોહલીએ આ પોસ્ટ દ્વારા પોતાની સફરને ખૂબ જ અનોખી રીતે યાદ કરી.
આ પણ વાંચો-Women Champions Troph: ફાઈનલમાં ભારતની દીકરીઓએ ચીનને હરાવી રચ્યો ઇતિહાસ
વિરાટે પોસ્ટમાં શું લખ્યું?
વિરાટે પોતાની કંપની WROGN સાથેની ભાગીદારીને ખાસ ગણાવતી એક પોસ્ટ લખી. તેને કહ્યું કે આ સફર હંમેશા અલગ અને ખાસ રહી છે. વિરાટે લખ્યું છે કે “લોકો અમને જે રીતે વિચારતા હતા તે રીતે અમે ક્યારેય જીવ્યા નથી. અમે બે લોકો છીએ જે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. "દસ વર્ષની મુશ્કેલીઓ અને રોગચાળાએ અમને નીચે લાવ્યા નથી, પરંતુ અમને યાદ અપાવ્યું છે કે આપણો તફાવત આપણી શક્તિ છે." રોગચાળા જેવા મુશ્કેલ સમયમાં પણ તેમની અને કંપની વચ્ચેની ભાગીદારી મજબૂત રહી. વિરાટે કહ્યું કે તેની અને WROGN ની સૌથી મોટી વિશેષતા તેમની અલગ વિચારસરણી અને પદ્ધતિ છે, જે તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે. અંતે તેમણે આ યાત્રાના 10 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી અને તેને ખૂબ જ ખાસ ગણાવી.
— Virat Kohli (@imVkohli) November 20, 2024
આ પણ વાંચો -IPL 2025 Mega Auctions માં જોડાશે આ 4 દિગ્ગજ ખેલાડીઓ
ફેન્સે આપી આવી પ્રતિક્રિયા?
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ હેરાન થઈ ગયા હતા. કેટલાક ફેન્સે કહ્યું કે વિરાટે (Virat Kohli)તેમને ડરાવી દીધા, જ્યારે કેટલાકે તેને પોતાની લાગણી વ્યક્ત કરવાની સુંદર રીત ગણાવી. એક ફેને લખ્યું છે કે "મને મિની હાર્ટ એટેક આવ્યો." વિરાટ કોહલીની આ સ્ટાઈલ તેના ફેન્સના દિલમાં હંમેશા ખાસ સ્થાન ધરાવે છે. વિરાટ અને WROGN વચ્ચેનો સંબંધ એક ઉદાહરણ બની ગયો છે. આ પોસ્ટે ફેન્સને માત્ર ભાવુક બનાવ્યા જ નહીં, પરંતુ એ પણ બતાવ્યું કે વિરાટના શબ્દો અને તેના વ્યક્તિત્વમાં લોકોને જોડવાની અને પ્રભાવિત કરવાની શક્તિ છે.