IND vs SA : દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવી ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી
- પ્રથમ T-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમની જીત
- ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવી શ્રેણીમાં મેળવી 1-0 ની લીડ
- સંજુ સેમસની સદીની મદદથી ટીમ ઈન્ડિયા 200 નો આંકડો પાર કરી શકી
India beat South Africa : ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને જીત સાથે શ્રેણીની શરૂઆત કરી. પ્રથમ T-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. ડરબનના કિંગ્સમીડમાં રમાયેલી મેચમાં ભારતે સંજુ સેમસનની સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 141 રન જ બનાવી શકી હતી. ભારતે 4 મેચની T20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયાએ મેળવી આસાન જીત
ટીમ ઈન્ડિયા તરફથી મળેલા 203 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમને પહેલો ઝટકો અર્શદીપની ઓવરમાં લાગ્યો હતો. કેપ્ટન એડન માર્કરામ સતત 2 ચોગ્ગા ફટકારીને આઉટ થયો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 11 રન બનાવીને આઉટ થયો હતો. રેયાને 21 રનનું યોગદાન આપ્યું હતું. હેનરિક ક્લાસને 25 અને ડેવિડ મિલરે 18 રન બનાવ્યા હતા. વરુણે આ બંને બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રવિ બિશ્નોઈએ પેટ્રિક અને એન્ડિલને આઉટ કર્યા હતા. જણાવી દઇએ કે, પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય સ્પિનરો સામે પ્રોટીઝ ટીમનો બેટિંગ ઓર્ડર પત્તાની જેમ પડી ગયો હતો અને આખી ટીમ 141 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 4 મેચની T-20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમની આ શાનદાર જીતના પાંચ હીરો પણ રહ્યા હતા. આવો જાણીએ તે કોણ છે...
A clinical bowling display by #TeamIndia in Durban👌👌
South Africa all out for 141.
India win the 1st #SAvIND T20I by 61 runs and take a 1-0 lead in the series 👏👏
Scorecard - https://t.co/0NYhIHEpq0 pic.twitter.com/36MRC63RHD
— BCCI (@BCCI) November 8, 2024
સંજુ સેમસન
સંજુ સેમસને તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં જોરદાર શરૂઆત કરી હતી. સંજુએ વિસ્ફોટક બેટિંગ કરી અને માત્ર 50 બોલમાં 107 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. આ ઇનિંગમાં સંજુએ 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. સંજુની ઈનિંગના કારણે જ ટીમ ઈન્ડિયા 200નો આંકડો પાર કરી શકી હતી.
વરુણ ચક્રવર્તી
લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરનાર વરુણ ચક્રવર્તી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો માટે ઘાતક સ્પિનર સાબિત થયો હતો. વરુણે તેની 4 ઓવરના સ્પેલમાં માત્ર 25 રન આપીને 3 મોટી વિકેટ લીધી હતી. ભારતીય સ્પિનરે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને પોતાની સ્પિન જાળમાં ફસાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વરુણનો સ્પેલ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.
રવિ બિશ્નોઈ
રવિ બિશ્નોઈએ બીજા છેડેથી વરુણ ચક્રવર્તીને સારો સાથ આપ્યો હતો. રવિએ પોતાની 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બિશ્નોઈએ સ્પિનિંગ બોલની મદદથી દક્ષિણ આફ્રિકાના લોઅર ઓર્ડરને ખતમ કરવાનું કામ કર્યું. વરુણ-રવીએ મળીને યજમાન ટીમના 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
અવેશ ખાન
અવેશ ખાને પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં જોરદાર બોલિંગ કરી હતી. અવેશે શાનદાર ફોર્મમાં રહેલા ટ્રિસ્ટન સ્ટબ્સની વિકેટ લીધી હતી. ભારતીય ફાસ્ટ બોલરે 2.5 ઓવરના સ્પેલમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સાથે અવેશે ડેવિડ મિલરનો પણ સારો કેચ લીધો હતો.
તિલક વર્મા
સંજુ સેમસન સિવાય તિલક વર્મા એકમાત્ર એવો બેટ્સમેન હતો જેણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. તિલકે માત્ર 18 બોલમાં 33 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન ડાબા હાથના બેટ્સમેને 3 ચોગ્ગા અને 2 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. તિલકે સેમસન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 77 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી, જેના કારણે ટીમ ઈન્ડિયા 202 રનનો સ્કોર બોર્ડ પર લગાવવામાં સફળ રહી.
આ પણ વાંચો: સેમસન વિશ્વનો ચોથો ક્રિકેટર બન્યો જેણે સતત બે T20I મેચમાં...