Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે હરાવ્યું, શેફાલી-શ્વેતા છવાઈ

સાઉથ આફ્રીકામાં આજથી અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપની શરુઆત થઈ છે. આજે ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતી મહિલા ટીમે ધમાકેદાર જીત મેળવી છે.ઈતિહાસમાં પહેલીવાર અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ભારતની અંડર 19 મહિલા ટીમે યજમાન દેશ સાઉથ આફ્રીકા સામે 7 વિકેટ અને 21 બોલથી જીત મેળવી છે.શ્વેતા સેરાવતે 57 બોલમાં અણનમ 92 રન à
ભારતે દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે હરાવ્યું  શેફાલી શ્વેતા છવાઈ
સાઉથ આફ્રીકામાં આજથી અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપની શરુઆત થઈ છે. આજે ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતી મહિલા ટીમે ધમાકેદાર જીત મેળવી છે.ઈતિહાસમાં પહેલીવાર અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ભારતની અંડર 19 મહિલા ટીમે યજમાન દેશ સાઉથ આફ્રીકા સામે 7 વિકેટ અને 21 બોલથી જીત મેળવી છે.શ્વેતા સેરાવતે 57 બોલમાં અણનમ 92 રન અને કેપ્ટન સેફાલી વર્માએ 16 બોલમાં 45 રન બનાવી મેચમાં ભારતીય મહિલા ટીમને ધમાકેદાર જીત અપાવી હતી. અંડર 19 ટી-20 મહિલા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ જીત મેળવીને ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે.
ટોસની વાત કરીએ તો સાઉથ આફ્રીકાની ટીમે ટોસ જીતીને પ્રથમે બેટિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રીકાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 166 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રીકાની ટીમે ભારતીય ટીમ સામે 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમ ટાર્ગેટનો પીછો કરતા કરતા પહેલી ઓવરથી જ આક્રમક રહી હતી. 16.3 ઓવરમાં જ ભારતીય ટીમે 3 વિકેટના નુકશાન સાથે 170 રન બનાવી આ મેચમાં 7 વિકેટથી જીત મેળવી હતી.

Advertisement



20 ચોગ્ગા મારનાર શ્વેતા સેરાવત બની પ્લેયર ઓફ ધ મેચ


શ્વેતા સેરાવતે આ મેચમાં 161.40ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. શ્વેતા સેરાવત 57 બોલમાં 92 રન બનાવી નોટ આઉટ રહી હતી.તેણે આ મેચમાં સૌથી વધારે 20 ચોગ્ગા માર્યા હતા. એટલે કે લગભગ 80 રન તેણે માત્ર બાઉન્ડ્રીથી મેળવ્યા હતા.

Advertisement

અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ

આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપની 41 મેચ સાઉથ આફ્રીકાના બેનોની અને પોચેફસ્ટ્રમના 4 ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 16 ટીમ વચ્ચેનો આ પ્રથમ આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપ વર્ષ 2021માં શરુ થવાનો હતો, પણ કોરોના માહામારીને કારણે આ વર્ષે આ વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે.

Advertisement

આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રીકા, શ્રીલંકા, વેસ્ટઈન્ડીસ અને જિમ્બાબ્વે જેવા પૂર્ણ સદસ્ય દેશોની ટીમ સહિત આઈસીસીના પાંચ ક્ષેત્રો યુએઈ, રવાંડા, અમેરિકા, સ્કોર્ટલેન્ડ અને ઈન્ડોનેશિયાની ટીમ રમશે.

આપણ  વાંચો-ઋષભ પંતને લઈ આવ્યા મોટા સમાચાર,ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.