Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KL RAHUL ને હજી પણ ખૂંચે છે એ પાંચ વર્ષ જૂનો વિવાદ, કહ્યું - આવી સજા મને....

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને લોકપ્રિય વિકેટકીપર બેટ્સમેન KL RAHUL એ 5 વર્ષ જૂના વિવાદ પર પહેલી વાર મૌન તોડ્યું છે. આ વિવાદ બાદ KL RAHUL ને ટીમ ઈન્ડિયામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અને આ ઘટનાને યાદ કરીને તેઓ આજે...
kl rahul ને હજી પણ ખૂંચે છે એ પાંચ વર્ષ જૂનો વિવાદ  કહ્યું   આવી સજા મને

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને લોકપ્રિય વિકેટકીપર બેટ્સમેન KL RAHUL એ 5 વર્ષ જૂના વિવાદ પર પહેલી વાર મૌન તોડ્યું છે. આ વિવાદ બાદ KL RAHUL ને ટીમ ઈન્ડિયામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અને આ ઘટનાને યાદ કરીને તેઓ આજે પણ કહું જ દુખ અનુભવે છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Advertisement

શું હતો વિવાદ?

2019માં, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહરના લોકપ્રિય શો 'કોફી વિથ કરણ'માં મહેમાન તરીકે ઉપસ્થિત થયા હતા. આ શો દરમિયાન, KL RAHUL અને હાર્દિક પંડ્યાએ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા, જેને કારણે તેમને 'સેક્સિસ્ટ' ગણાવવામાં આવ્યા હતા. આ ઘટનાઓના પગલે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી પહેલા જ, બંને ક્રિકેટરોને ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ એપિસોડમાં, ખેલાડીઓએ પોતાના અંગત જીવન અંગેની અનેક વિગતો પણ જાહેર કરી હતી.

KL RAHUL એ શું કહ્યું?

Advertisement

હાલમાં જ, કેએલ રાહુલે નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં આ વિવાદ વિશે ખુલ્લી વાત કરી. રાહુલે કહ્યું કે, "આ ઘટના પછી મને એવી સજા મળી છે, જે સ્કૂલમાં પણ ક્યારેય મળી ન હતી." કેએલ રાહુલે વધુમાં ઉમેર્યું કે આ ઘટના પછી, તે હવે વધુ સાવચેત રહે છે અને કોઈ પણ એવી ઘટના નથી કરતો, જેના કારણે તેને કોઈ નવી મુશ્કેલીનો સામનો કરવો પડે. KL RAHUL ના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, આ વિવાદ તેમના જીવનનો એક કદી ન ભૂલી શકાય તેવી પળ છે. તેમનું કહેવું છે કે, સ્કૂલના દિવસોમાં, ભલે નાની મજાક કે તોફાન કર્યા હતા, પરંતુ ક્યારેય એવું કંઈક કર્યું ન હતું કે જેનાથી સ્કૂલમાંથી સસ્પેન્ડ થવાનું આવી પડે. આ વિવાદ પછી, તેમણે ક્યારેય એવી ભૂલ ન કરવા વિશે વધુ સજાગ રહેવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો : મોડર્ન T20 ક્રિકેટના નવા સિક્સર કિંગ બન્યા Nicholas Pooran, આ દિગ્ગજોને છોડ્યા પાછળ

Advertisement

Tags :
Advertisement

.