Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WPL 2024 : ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના રંગે રંગાયું WPL,શાહરૂખ ખાન,ટાઇગર શ્રોફ, વરુણ ધવને મચાવી ધૂમ

WPL 2024 : બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (M. chinnaswamy stadium)વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2024) શરૂ થઇ રહી છે. આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. તે પહેલા ઉદ્ઘાટન સમારોહનું આયોજન થવાનું છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા...
wpl 2024    ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના રંગે રંગાયું wpl શાહરૂખ ખાન ટાઇગર શ્રોફ  વરુણ ધવને મચાવી ધૂમ

WPL 2024 : બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (M. chinnaswamy stadium)વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2024) શરૂ થઇ રહી છે. આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. તે પહેલા ઉદ્ઘાટન સમારોહનું આયોજન થવાનું છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન તેમાં પરફોર્મ કરતો જોવા મળશે. તેમના સિવાય શાહિદ કપૂર , સિદ્ધાર્થ મલ્હોત્રા, કાર્તિક આર્યન અને વરુણ ધવન પણ પરફોર્મ કર્યું.

Advertisement

WPL 2024  ઓપનિંગ સેરેમનીમાં કાર્તિક આર્યન પહેલું પરફોર્મ કર્યું હતું. તેણે ગુજરાત જાયન્ટ્સ ટીમને સપોર્ટ કર્યો હતો. કાર્તિકે સૌથી પહેલા ફિલ્મ ભૂલભૂલૈયા 2 ના ગીત પર ડાન્સ કર્યો હતો. તેણે સોનુ કી ટીટુ કી સ્વીટી ફિલ્મના ગીત 'દિલ ચોરી...' પર પણ ડાન્સ કર્યો હતો. કાર્તિક આર્યન બાદ ટાઇગર શ્રોફે પોતાના સોન્ગ વ્હિસલ બજા સોંગ પર પરફોર્મ કર્યું હતું. તાળીઓના ગડગડાટ સાથે લોકોએ ટાઇગરના પરફોર્મન્સનો આનંદ લીધો હતો.

Advertisement

Advertisement

સિદ્ધાર્થ મલ્હોત્રા

કાર્તિક આર્યન પછી સિદ્ધાર્થ મલ્હોત્રાએ પરફોર્મ કર્યું હતું. તેણે દિલ્હી કેપિટલ્સને સપોર્ટ જાહેર કર્યો હતો. સિદ્ધાર્થે તેની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરના ગીત 'મુંડા કુકુર કમલ દા' પર પરફોર્મ કર્યું હતું. તે પછી સિદ્ધાર્થે તેની સૌથી પ્રખ્યાત ફિલ્મ શેરશાહના ગીત 'રાતા લાંબિયાં...' પર ડાન્સ કર્યો. ત્યારબાદ તેણે 'કાલા ચશ્મા' ગીત પર પણ પરફોર્મ કર્યું હતું.

ટાઇગર શ્રોફે કર્યો RCBને સપોર્ટ

કાર્તિક અને સિદ્ધાર્થ પછી ટાઈગર શ્રોફે દર્શકોના દિલ જીતી લીધા. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને સપોર્ટ જાહેર કર્યો હતો. ટાઇગરે સૌથી પહેલા હીરોપંતી ફિલ્મના ગીત 'મેરે નાલ તુ વિસાલ બાજા' પર ડાન્સ કર્યો હતો. તેણે યુદ્ધ ફિલ્મના 'ઘુંઘરુ ટૂટ ગયે' અને 'જય-જય શિવશંકર' ગીત પર ડાન્સ કર્યો હતો.

વરૂણ ધવનનું પાવર પેક્ડ પરફોર્મન્સ

વરુણ ધવને યુપી વોરિયર્સને સપોર્ટ કર્યો હતો. તેણે સૌપ્રથમ ભેડિયા ફિલ્મના ગીત 'તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે' પર પરફોર્મ કર્યું હતું. આ પછી તેણે ફિલ્મ મેં તેરા હીરોના ગીત 'તેરા ધીયાન કીધર હૈ' પર ડાન્સ કર્યો. ત્યારબાદ તેણે આ જ ફિલ્મના ગીત 'સારી નાઈટ બેશરમી...' પર ડાન્સ કર્યો. ત્યારબાદ તેણે તેની પ્રખ્યાત ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ના ગીત 'મુકાબલા' પર પરફોર્મ કરીને બધાના દિલ જીતી લીધા.

શાહિદ કપૂરનો જલ્વો

શાહિદ કપૂરે તેની ફિલ્મ શાનદારના ગીત 'શામ શાંદર' પર ડાન્સ કર્યો હતો. આ પછી તેણે ફિલ્મ 'જબ વી મેટ' ના ગીત નગાડા બાજે પર પરફોર્મ કર્યું.

શાહરૂખ ખાને ખેલાડીઓનો વધાર્યો જુસ્સો

શાહરૂખ ખાને (Shah Rukh Khan) મહિલા ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. શાહરૂખે કહ્યું કે મહિલાઓ આજકાલ મોટી મોટી કંપનીઓ ચલાવે છે. મહિલાઓ નોકરી, લીડરશીપથી લઇ ઘર ચલાવવામાં પણ સૌથી આગળ છે. આ સાથે શાહરૂખ ખાને પોતાન ફિલ્મ પઠાણના સોન્ગ 'જુમે જો પઠાણ..' પર ડાન્સ કર્યો હતો. આ પછી તેણે જવાન ફિલ્મના ગીત 'રમૈયા વસ્તાવૈયા' પર પરફોર્મ કર્યું. શાહરૂખે તમામ ટીમોના કેપ્ટનોને સ્ટેજ પર બોલાવ્યા અને પછી કાર્યક્રમનું સમાપન કર્યું.

આ  પણ  વાંચો  - આર અશ્વિને ઇંગ્લૈંડ સામે પૂરી કરી વિકેટ્સની શતક, ઓલરાઉંડ પર્ફોમન્સમાં પણ અશ્વિન એક્કો 

Tags :
Advertisement

.