Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC ટ્રોફી જીતવાનું સપનું ભારત માટે આ વર્ષે પણ રહેશે અધૂરું! જાણો શું છે કારણ

આજે T20 વર્લ્ડ કપ 2024 માં ટીમ ઈન્ડિયા (Team India) ગુરુવારે અફઘાનિસ્તાન (Afghanistan) સામે સુપર 8 રાઉન્ડની શરૂઆત કરશે. ભારત ગ્રુપ સ્ટેજ (group stage) માં તેની પ્રથમ 3 મેચ જીતીને અહીં પહોંચ્યું છે. જોકે, આ વખતે વર્લ્ડ કપ (World Cup)...
icc ટ્રોફી જીતવાનું સપનું ભારત માટે આ વર્ષે પણ રહેશે અધૂરું  જાણો શું છે કારણ

આજે T20 વર્લ્ડ કપ 2024 માં ટીમ ઈન્ડિયા (Team India) ગુરુવારે અફઘાનિસ્તાન (Afghanistan) સામે સુપર 8 રાઉન્ડની શરૂઆત કરશે. ભારત ગ્રુપ સ્ટેજ (group stage) માં તેની પ્રથમ 3 મેચ જીતીને અહીં પહોંચ્યું છે. જોકે, આ વખતે વર્લ્ડ કપ (World Cup) ના સુપર-8 તબક્કામાં બંને Groups ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યા છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને પ્રથમ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. સુપર-8માં આજે ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સાથે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પ્રથમ મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશાને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. ચર્ચા એવી થઇ રહી છે કે, Group A માં ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની ટીમ માથાનો દુખાવો બની શકે  છે. જણાવી દઇએ કે, એવી અમુક કારણો છે જે ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં પહોંચતા રોકી શકે છે. કયા છે તે કારણો આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન

અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલીની ઓપનિંગ ટીમ ઈન્ડિયા માટે ઘાતક સાબિત થઈ છે. વર્લ્ડ કપમાં હંમેશા સારો દેખાવ કરનાર કોહલી પ્રથમ વખત સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તે 3 ઇનિંગ્સમાં માત્ર 9 બોલ જ રમી શક્યો છે, જેમાં તેણે 5 રન બનાવ્યા છે. 3 ઇનિંગ્સમાં માત્ર 5 રન બનાવવા એ સંકેત છે કે ટીમ મેનેજમેન્ટે કોહલીના બેટિંગ ઓર્ડરને બદલવા પર વિચાર કરવો જોઈએ. કોહલીના આ ખરાબ પ્રદર્શનથી અન્ય બેટ્સમેનો પર પણ દબાણ સર્જાયું છે. સૂર્યકુમાર યાદવ પણ એક ફિફ્ટી ફટકારવા સિવાય કંઈ ખાસ કરી શક્યો નથી. જો સુપર-8માં પણ કોહલીનું શરમજનક પ્રદર્શન ચાલુ રહેશે તો ટીમ ઈન્ડિયાનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની શકે છે.

ટીમમાં ધોની જેવો ફિનિશર નથી

મહેન્દ્રસિંહ ધોની જ્યા સુધી ટીમ ઈન્ડિયા તરફથી રમતા હતા ત્યા સુધી ફિનિશરનો રોલ બહુ સારી રીતે નિભાવતા હતા. પણ તેમના રિટાર્યર્ડ થયા બાદથી ટીમ ફિનિશરને સતત શોધી રહી છે. જોકે, T20 વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી 4 ઓલરાઉન્ડર ખેલાડીઓ સાથે રમી ચૂક્યું છે. હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ, આ ચારેય જ્યારે તેમનો દિવસ હોય ત્યારે કોઈપણ મેચનો રસ્તો બદલી શકે છે. પરંતુ આ ચારેય બેટ્સમેન હજુ સુધી પોતાને ફિનિશર તરીકે સાબિત કરી શક્યા નથી. દુબેએ USA સામે 31 રનની ઇનિંગ રમી હોવા છતાં અન્ય મેચોમાં તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જાડેજા અત્યાર સુધી એક વખત વર્લ્ડ કપ રમી ચૂક્યો છે, જેમાં તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. જ્યારે અક્ષર પટેલને પાકિસ્તાન સામે તક મળી હતી, જેમાં તે માત્ર 18 રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યા પણ અત્યાર સુધી પોતાને ફિનિશર તરીકે સાબિત કરી શક્યો નથી. આ કારણોસર ભારતનો નીચલો મિડલ ઓર્ડર ચિંતાનો વિષય છે.

Advertisement

આ બે ટીમ બની શકે છે મોટો ખતરો

ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાં પોતાની ચારેય મેચ જીતીને સુપર-8માં પહોંચી ગયું છે. બીજી તરફ, અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝના હાથે 104 રનની જોરદાર હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ એ હકીકતને નજરઅંદાજ કરી શકાય નહીં કે અફઘાનિસ્તાનની ટીમ ત્રણ મેચ આસાનીથી જીતીને સુપર-8માં પ્રવેશી ચૂકી છે. રાશિદ ખાનની કેપ્ટન્સીમાં ટીમે માત્ર બેટિંગમાં જ નહીં બોલિંગમાં પણ સુધારો કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન બંનેને હરાવવું ભારત માટે ઘણું મુશ્કેલ હશે. જો ટીમ ઈન્ડિયા સુપર-8માં એક પણ મેચ હારી જાય છે તો તેને સેમીફાઈનલની રેસમાં દુવિધાનો સામનો કરવો પડી શકે છે. વર્તમાન ટ્રેન્ડ મુજબ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંને ભારતને હરાવવા માટે સક્ષમ છે. આ કારણે આ બંને ટીમો ભારત માટે મોટો ખતરો બની શકે છે.

આ પણ વાંચો - Jos Buttler હવે બન્યા T20 ક્રિકેટના Boss, વિશ્વકપમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

Advertisement

આ પણ વાંચો - T20 WC 2024 માં INDIA ને SUPER 8 માં મળશે AFGHANISTAN ની SUPER ચેલેન્જ, જાણો આજે કોણ મારશે બાજી

Tags :
Advertisement

.