Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિકેટ જગતમાંથી આવ્યા Bad News, પરિવારની સામે જ આ પૂર્વ ક્રિકેટરની હત્યા કરવામાં આવી

Dhammika Niroshana Dead : ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેમાં T20 શ્રેણી જીતીને હવે શ્રીલંકાના પ્રવાસે જવાની છે. અહીં 3-3 મેચોની T20 અને ODI શ્રેણી રમવાની છે. તે પહેલા એક ખૂબ જ ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરની હત્યા થઇ...
ક્રિકેટ જગતમાંથી આવ્યા bad news  પરિવારની સામે જ આ પૂર્વ ક્રિકેટરની હત્યા કરવામાં આવી

Dhammika Niroshana Dead : ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેમાં T20 શ્રેણી જીતીને હવે શ્રીલંકાના પ્રવાસે જવાની છે. અહીં 3-3 મેચોની T20 અને ODI શ્રેણી રમવાની છે. તે પહેલા એક ખૂબ જ ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરની હત્યા થઇ હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, એક અજાણ્યા શખ્સે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનને તેના બાળકો અને પત્નીની સામે ગોળી મારી દીધી હતી, પરિણામે ક્રિકેટરનું મોત નીપજ્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના અંબાલાંગોડા સ્થિત તેમના ઘરે કરવામાં આવી હતી.

Advertisement

પૂર્વ ક્રિકેટરની ગોળી મારીને કરાઈ હત્યા

અંડર-19 વર્લ્ડ કપમાં શ્રીલંકાની કેપ્ટન્સી કરનાર પૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સ્થાનિક પોલીસે માહિતી આપતા કહ્યું કે ધમ્મિકા નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે ઘરે હતા. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે ધમ્મિકા નિરોશને જીવ ગુમાવ્યો. હજુ સુધી પોલીસ અજાણ્યા શખ્સને પકડી શકી નથી. હાલ પોલીસ આ કેસની સઘન તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ધમ્મિકા નિરોશનની હત્યા શા માટે થઈ? પોલીસ મીડિયા પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ગઈકાલે (16 જુલાઈ 2024) રાત્રે એક અજાણ્યા હુમલાખોરે ધમ્મિકા નિરોશન પર અંબાલાંગોડાના કાંદેવતે વિસ્તારમાં તેમના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. આ દરમિયાન 41 વર્ષીય પૂર્વ ક્રિકેટરનું ગોળી વાગવાથી મોત થયું હતું. નિરોશનને ક્રિકેટ જગતમાં 'જોન્ટી'ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવતો હતો.

Advertisement

નિરોશનની હત્યાથી શ્રીલંકન ક્રિકેટમાં શોક

તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે હુમલાખોરે નિરોશન પર હુમલો કર્યો ત્યારે તે તેની પત્ની અને બે બાળકો સાથે ઘરમાં હાજર હતો. આ દરમિયાન હુમલાખોરે જરા પણ દયા ન દાખવી તેણે નિરોશનના નાના બાળકો સામે ગોળીઓ ચલાવી. જેના કારણે તેનું મોત થયું હતું. ચોંકાવનારી ઘટનાથી ક્રિકેટ સમુદાયની સાથે સાથે શ્રીલંકન ક્રિકેટમાં પણ શોકની લહેર છે. હત્યારાએ કયા ઈરાદા હેઠળ નિરોશનની હત્યા કરી? હાલમાં આ સમાચારને સમર્થન મળ્યું નથી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર છે. આંબલાંગોડા પોલીસ શકમંદને પકડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.

નિરોશનની ક્રિકેટ કારકિર્દી

ધમ્મિકા નિરોશન જમણા હાથનો ઝડપી બોલર હતો. અંડર-19 વર્લ્ડ કપ 2002માં તે પોતાની ટીમ માટે 5 ઇનિંગ્સમાં 19.28ની એવરેજથી 7 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન, તેને કુલ 12 પ્રથમ વર્ગની મેચોમાં ભાગ લેવાની તક મળી. જ્યાં તેના નામે 269 રન છે અને 19 વિકેટ તેના નામે રહી છે. આ સિવાય તેણે લિસ્ટ Aમાં 8 મેચ રમી હતી, આ 8 મેચમાં તેના નામે 5 વિકેટ હતી. ધમ્મિકા નિરોશન ડાબા હાથનો ફાસ્ટ બોલર હતો. જોકે તેને ક્યારેય સિનિયર શ્રીલંકન ક્રિકેટ ટીમમાં રમવાની તક મળી નથી.

Advertisement

આ પણ વાંચો - Tennis Player Ilie Năstase: શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટારે 2500 મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યો?

આ પણ વાંચો - WORLD CHAMPION બન્યા બાદ પણ INDIA LEGENDS ની ટીમે શા માટે માંગવી પડી માફી?

Tags :
Advertisement

.