Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ભારતનો માન્યો આભાર, જાણો શું કહ્યું

શ્રીલંકામાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે મધ્ય કોલંબોના ભારે રક્ષિત ફોર્ટ વિસ્તારમાં બેરિકેડ્સને હટાવીને રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. જે પછીના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આર્થિક સંકટ વચ્ચે લગભગ તમામ દેશોએ શ્રીલંકા તરફ મદદનો હાથ લંબાવવામાં કમી બતાવી છે. ત્યારે ભારત જ એક માત્ર àª
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ભારતનો માન્યો આભાર  જાણો શું કહ્યું
શ્રીલંકામાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે મધ્ય કોલંબોના ભારે રક્ષિત ફોર્ટ વિસ્તારમાં બેરિકેડ્સને હટાવીને રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. જે પછીના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આર્થિક સંકટ વચ્ચે લગભગ તમામ દેશોએ શ્રીલંકા તરફ મદદનો હાથ લંબાવવામાં કમી બતાવી છે. ત્યારે ભારત જ એક માત્ર દેશ છે કે જે શ્રીલંકાની સતત મદદ કરી રહ્યું છે.
શ્રીલંકા હાલમાં તેના સૌથી ખરાબ રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જેના કારણે તેમના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રજા બળવાખોર બની ગઈ છે અને તેમનું વલણ જોઈને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પાડોશી દેશમાં બળવો એ હદે ભડકી ગયો છે કે રાજકારણીઓ સામાન્ય જનતાથી દૂર ભાગી રહ્યા છે. આ વચ્ચે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાનના નિવાસસ્થાન પર કબ્જો જમાવી લીધો છે. પાડોશી દેશની શેરીઓમાં લોકો ગુસ્સામાં ફરી રહ્યા છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યાએ પોતાના દેશની મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો છે. સનથ જયસૂર્યાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, 'દેશમાં સ્થિર સરકાર બન્યા બાદ IMF, ભારત અને તમામ મિત્ર દેશો શ્રીલંકાને મદદ કરશે. 
Advertisement

જયસૂર્યાએ વધુમાં કહ્યું કે, કટોકટીની શરૂઆતથી જ ભારતે ઘણી મદદ અને સમર્થન આપ્યું છે. આ માટે અમે આભારી છીએ. ભારત શ્રીલંકા માટે મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વળી શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ સત્તાવાર રીતે વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કહ્યું છે કે, તેઓ 13 જુલાઈએ રાજીનામું આપશે. વડાપ્રધાન કાર્યાલયે સોમવારે આ જાણકારી આપી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે, તેઓ બુધવારે રાજીનામું આપશે. શ્રીલંકામાં પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે હવે અહીં આવનારા સમયમાં ક્રિકેટની મોટી ટૂર્નામેન્ટ (Asia Cup 2022) થશે કે કેમ તેના પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળી રહ્યો  છે. 
શ્રીલંકાની હાલની પરિસ્થિતિમાં જો ક્રિકેટ રમાય તો શું થઇ શકે છે તેનું તાજું ઉદાહરણ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન જોવા મળ્યું હતું. હજારો પ્રદર્શનકારીઓએ ગાલે સ્ટેડિયમને ઘેરી લીધું હતું. જોકે, પ્રદર્શનકારીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ જૂના કિલ્લાની ટોચ પર પણ ચઢી ગયા હતા. આ કિલ્લામાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવ્યા ન હોતા, પરંતુ પ્રદર્શનકારીઓએ કોઈનું સાંભળ્યું ન હતું. આ કિલ્લો 500 વર્ષ જૂનો છે.
Tags :
Advertisement

.