Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IIT BHU ની વિદ્યાર્થીનીના કપડા ઉતારનારા ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

IIT BHU, વારાણસીની વિદ્યાર્થિની પર બે મહિના પહેલા થયેલા સામુહિક દુષ્કર્મના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ બ્રિજ એન્કલેવ કોલોની સુંદરપુરના કુણાલ પાંડે, જીવધિપુર બાજરડીહાના આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણ અને...
iit bhu ની વિદ્યાર્થીનીના કપડા ઉતારનારા ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

IIT BHU, વારાણસીની વિદ્યાર્થિની પર બે મહિના પહેલા થયેલા સામુહિક દુષ્કર્મના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ બ્રિજ એન્કલેવ કોલોની સુંદરપુરના કુણાલ પાંડે, જીવધિપુર બાજરડીહાના આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલની વારાણસી પોલીસે ધરપકડ કરી છે. જણાવી દઇએ કે, આ ઘટના બાદ આરોપીઓની ધરપકડ માટે ઘણા દિવસો સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા.

Advertisement

સામુહિક દુષ્કર્મના આરોપીઓની પોલીસે કરી ધરપકડ

લગભગ બે મહિના પહેલા થયેલા સામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જાણીને નવાઈ લાગશે કે આ ઘટનાના 60 દિવસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, IIT કેમ્પસમાં અડધી રાત્રે બુલેટ સાથે આવેલા ત્રણ છોકરાઓએ બંદૂકની અણી પર વિદ્યાર્થીના કપડાં ઉતારી દીધા હતા. આરોપીએ યુવતીના કપડા ઉતાર્યા બાદ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ ઘટના પછી, IIT BHU માં કેમ્પસમાં સુરક્ષાની માંગ સાથે લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શું હતી ઘટના ?

જણાવી દઈએ કે રાત્રે લગભગ 1.30 વાગ્યે, વિદ્યાર્થી IIT BHU ની ન્યૂ ગર્લ્સ હોસ્ટેલમાંથી ફરવા માટે નીકળી હતી. તેનો મિત્ર કેમ્પસમાં ગાંધી સ્મૃતિ હોસ્ટેલના ચોક પર મળ્યો હતો. બંને કરમણવીર બાબા મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યારે પાછળથી બુલેટ સવાર ત્રણ યુવકો આવ્યા અને વિદ્યાર્થી અને તેના મિત્રને તેઓએ રોક્યા. થોડા સમય બાદ તેના મિત્રને ડરાવીને ભગાડી દેવામાં આવ્યો. આ પછી યુવકોએ યુવતીનું મોં દબાવી દીધુ અને તેને એક ખૂણામાં લઈ ગયા. તેના કપડાં કાઢી નાખ્યા અને તેની સાથે ઘૃણાસ્પદ કૃત્યો કર્યા. દરમિયાન તેને બૂમો પાડવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Advertisement

આરોપીની ઓળખ થઈ ચૂકી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, IIT BHU ની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મના ત્રણ આરોપી કોણ છે તેની જાણ પોલીસ અને શૈક્ષણિક સંસ્થાને સાત દિવસમાં જ થઈ ગઇ હતી. પોલીસે આરોપીઓની મજબૂત પ્રોફાઇલને કારણે તેમની ધરપકડ કરવાનું ટાળ્યું હતું. સંભવત: પોલીસે ઉપરથી મંજુરી મેળવ્યા બાદ આજે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી કૃણાલ પાંડે ભાજપ સાથે સંકળાયેલો છે અને IT વિભાગનો મેટ્રોપોલિટન કોઓર્ડિનેટર છે અને સક્ષમ પટેલ પણ મેટ્રોપોલિટન IT કો-ઓર્ડિનેટર છે.

પીડિતાએ શું કહ્યું?

પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું કે તેને માત્ર એક તરફ લઈ જઈને ધમકાવવામાં આવી એટલું જ નહીં, બદમાશોએ તેના કપડા પણ ઉતારી દીધા અને તેને કિસ પણ કરી. એટલું જ નહીં, આરોપીએ તેનો વીડિયો પણ બનાવ્યો અને વિદ્યાર્થીનો મોબાઈલ નંબર પણ લીધો. આ સમગ્ર ઘટના દરમિયાન IIT-BHUની વિદ્યાર્થીની લગભગ 10-15 મિનિટ સુધી બદમાશો વચ્ચે ફસાયેલી રહી. જે પછી, વિદ્યાર્થીની ફરિયાદ પર, પોલીસે લંકા પોલીસ સ્ટેશનમાં IPC, 506 અને 66 IT એક્ટની કલમ 354(b) હેઠળ કેસ નોંધ્યો હતો. વળી, વિદ્યાર્થીઓએ IIT-BHU કેમ્પસમાં વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. બાદમાં આ પ્રદર્શન રસ્તાઓમાં જોવા મળ્યું હતું. પીડિતાના નિવેદનના આધારે આ બંને કલમો વધારવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - PM Mann Ki Baat: PM મોદીએ મન કી બાતના 108 માં કાર્યક્રમમાં શું કહ્યું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.