IIT Baba નો નવો વિવાદ! ગાંજો મળતા પોલીસે નોંધી FIR
- જયપુર પોલીસે IIT બાબાને કસ્ટડીમાં લીધા
- IIT બાબા પાસેથી મળી આવ્યો ગાંજો
- જયપુર પોલીસે FIR દાખલ કરી
- IIT બાબાએ આત્મહત્યાની ધમકી આપી
IIT Baba New Controversy : મહાકુંભમાં વાયરલ થયેલા અભય સિંહ, જેને લોકો IIT બાબા તરીકે ઓળખે છે, તેમની સામે જયપુરમાં કેસ નોંધાયો છે. જયપુરની શિપ્રાપથ પોલીસને ખબર મળી કે અભય સિંહ રિદ્ધિ-સિદ્ધિ વિસ્તારની એક હોટલમાં રોકાયા છે અને ત્યાં હોબાળો મચાવી રહ્યા છે. પોલીસ તરત જ હોટલ પહોંચી અને તપાસ કરતાં તેમની પાસેથી ગાંજો મળ્યો. જોકે, ગાંજાની માત્રા બહુ ઓછી હતી, એટલે તેમને નાનો ગુનો ગણીને પોલીસે સખત સૂચના આપીને છોડી દીધા.
IIT બાબાનું નિવેદન
આ ઘટના બાદ અભય સિંહે કહ્યું કે, તેમના વિશે 3-4 ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે આ પણ ખોટી વાત છે અને પોલીસે તેમને તરત જ જામીન આપી દીધા હતા. પોલીસ કાર્યવાહી કરીને ચાલ્યા ગયા પછી અભય સિંહ સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યા અને આત્મહત્યાની ધમકી આપી, જેનાથી તેમના સમર્થકોમાં ડરનો માહોલ ફેલાયો.
VIDEO | "There are three-four fake news: one is of suicide, second is of my detention. The only truth in it is that bail was granted then and there... since the case (possession of substance was small)..." says Abhay Singh, alias 'IIT Baba'. pic.twitter.com/jTlNYTjOeu
— Press Trust of India (@PTI_News) March 3, 2025
ગાંજો મળવાની ઘટના
પોલીસે જયારે અભય સિંહને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગાંજાના નશામાં હતા અને ખબર નથી કે નશામાં શું બોલ્યા. તેમણે પોતાની પાસે રહેલું ગાંજાનું પેકેટ પોલીસને બતાવ્યું, જે પોલીસે જપ્ત કરી લીધું. પોલીસના જણાવ્યા મુજબ, ગાંજાનું વજન માત્ર 1.50 ગ્રામ હતું. ઓછી માત્રાને કારણે તેમને ચેતવણી આપીને મુક્ત કરાયા.
પોલીસ કાર્યવાહી
પોલીસને ખબર મળી હતી કે હોટલ પાર્ક ક્લાસિકમાં અભય સિંહ આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યા છે. તપાસમાં તેમની પાસેથી ગાંજો મળતાં NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act) એક્ટ હેઠળ કેસ નોંધાયો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, જ્યારે અભય સિંહની આત્મહત્યાની ધમકીએ ચર્ચા જગાવી છે.
ભારત-પાકિસ્તાન મેચમાં ભવિષ્યવાણી
IIT બાબા પોતાના અનોખા અંદાજ અને હસીને કારણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. આ સાથે તેઓ ઘણીવાર વિવાદોમાં પણ જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા જ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન તેમણે ભવિષ્યવાણી કરી હતી. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે ભારત આ મેચ કોઇ પણ રીતે નહીં જીતી શકે. જોકે, પરિણામ તેનાથી વિપરીત જોવા મળ્યું હતું. જીહા, ભારત આ મેચ ખૂબ જ આસાનીથી જીતી ગયું હતું. આ ઉપરાંત મેચમાં વિરાટ કોહલીએ તેના ફોર્મને પાછું મેળવ્યું અને મેચમાં સદી ફટકારી દીધી હતી. ટીમ ઈન્ડિયાની જીત બાદ IIT બાબાને સોશિયલ મીડિયામાં લોકોએ ખૂબ જ ટ્રોલ કર્યા હતા.
આ પણ વાંચો : ઇન્ટરવ્યૂ દરમિયાન મારી સાથે મારામારી કરવામાં આવી : IIT Baba