Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NDA અને INDIA ગઠબંધનથી દૂર રહેલા નેતાઓ ન બચાવી શક્યા પોતાની શાખ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) ના પરિણામ (Result) સામે આવી ચુક્યા અને તેમા ઘણા ઉલટફેર (Many Changes) જોવા મળ્યા. ઘણા દિગ્ગજ નેતાઓ આ ચૂંટણી (Election) માં હારી ગયા તો ઘણા ચહેરાઓ પર આશા પણ નહોતી તેઓ જીતી ગયા. આ વચ્ચે...
nda અને india ગઠબંધનથી દૂર રહેલા નેતાઓ ન બચાવી શક્યા પોતાની શાખ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) ના પરિણામ (Result) સામે આવી ચુક્યા અને તેમા ઘણા ઉલટફેર (Many Changes) જોવા મળ્યા. ઘણા દિગ્ગજ નેતાઓ આ ચૂંટણી (Election) માં હારી ગયા તો ઘણા ચહેરાઓ પર આશા પણ નહોતી તેઓ જીતી ગયા. આ વચ્ચે તાજેતરમાં સરકાર બનાવવા માટે ઘણા દાવપેચ કરવામાં આવી રહ્યા છે. આ ચૂંટણી મુખ્યત્વે ભાજપ (BJP) ની આગેવાની હેઠળના NDA અને કોંગ્રેસ (Congress) ની આગેવાની હેઠળના મહાગઠબંધન INDIA વચ્ચે હતી. વળી આ સાથે ઘણા મોટાભાગના રાજકીય પક્ષો આમાંથી એક પક્ષનો ભાગ રહ્યા તો ઘણી પાર્ટીઓ એવી પણ હતી કે જેમણે કોઇની પણ સાથે હાથ મિલાવ્યો નહતો. જેના કારણે ઘણી પાર્ટીઓના નેતાઓ પોતાનો કિલ્લો બચાવવામાં અસફળ રહ્યા હતા. લોકસભાની ચૂંટણીના પરિણામ સામે આવ્યા અને ઘણી ક્ષેત્રિય પાર્ટીઓને તેમા ફાયદો થયો અને ઘણી પાર્ટીઓને નુકસાન થયું હતું. જેમા માયાવતીની BSP, કેસીઆરની BRS, નવીન પટનાયકની BJD નો સમાવેશ થાય છે. જાણો તે પક્ષ વિશે અને આ ચૂંટણીમાં તેમનું કેવું પ્રદર્શન રહ્યું.

Advertisement

મહેબૂબા મુફ્તી શાખ પણ ન બચાવી શક્યા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કાશ્મીર ઘાટીની 3 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તે પોતે અહીં અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડી રહી હતી. પરંતુ તેમનો પક્ષ ત્રણેય બેઠકો પર હારી ગયા હતા. ખુદ મહેબૂબા પણ જીતી શક્યા નથી. તમિલનાડુમાં સત્તા પર રહેલી AIADMK પણ આ ચૂંટણીમાં ખાલી હાથ રહી હતી. વિપક્ષી ગઠબંધન INDIAના ઉમેદવારોએ રાજ્યની તમામ 39 લોકસભા બેઠકો જીતી લીધી છે. જણાવી દઈએ કે જ્યારે આ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે તમામ પ્રકારની અટકળો અને દાવાઓનો અંત આવી ગયો હતો. જનતાએ કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી આપી નથી. જો કે ભાજપ તેના સહયોગી દળો સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.

માયાવતી, નવીન પટનાયક, કેસીઆર…

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ આ વખતે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મહાગઠબંધનનો હિસ્સો બન્યા બાદ BSPને હંમેશા નુકસાન થયું છે. જોકે, એકલા ચૂંટણી લડવાની તેમની નીતિ તેમને મદદ કરી શકી નહીં અને તેમનો હાથી એક પણ બેઠક જીતી શક્યો નહીં. આ ચૂંટણીમાં BSPને એક પણ સીટ મળી નથી. ઓડિશાના ભૂતપૂર્વ CM નવીન પટનાયકના બીજુ જનતા દળ (BJD), તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ ઉર્ફે KCRની ભારત રાષ્ટ્ર સમિતિ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) સાથે પણ આવી જ સ્થિતિ છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આ તમામે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું અને કોઈ એક પણ બેઠક જીતી શક્યા નહીં. માયાવતીની બસપાના વોટ શેરમાં પણ આ વખતે ઘટાડો થયો છે. બસપાને 9.33 ટકા વોટ મળ્યા છે જે કોંગ્રેસના વોટ શેર કરતા ઓછા છે. કોંગ્રેસનો વોટ શેર 9.46 ટકા હતો. આંધ્ર પ્રદેશમાંથી વિભાજિત થયેલા તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટીનો આ લોકસભા ચૂંટણીમાં સફાયો થઈ ગયો હતો. 16.68 ટકા વોટ મળવા છતાં પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી. ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકની BJD લોકસભા સીટોના ​​સંદર્ભમાં રાજ્યની સૌથી મોટી પાર્ટી રહી છે. પરંતુ આ વખતે એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. ગત ચૂંટણીમાં તેણે 12 બેઠકો જીતી હતી.

આ પણ વાંચો - NDA પાસે નીતિશ કુમાર તો INDIA પાસે છે શરદ પવાર, જાણો કેટલો ખાસ હશે તેમનો રોલ

Advertisement

આ પણ વાંચો - Lok Sabha Election Winning Candidates: કુખ્યાત આરોપીઓએ જેલમાંથી લોકસભા બેઠક પર ચોંકાવનારી જીત મેળવી

Tags :
Advertisement

.