માયાવતીએ ભાજપ પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો લગાવ્યો આરોપ
દેશમાં સતત મંદિર-મસ્જિદનો વિવાદ ચર્ચામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મંદિર-મસ્જિદનો વિવાદ સતત વધી રહ્યો છે. આ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. વળી, મથુરામાં શાહી ઇદગાહ અને શ્રી કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ ફરી એકવાર હેડલાઇન્સમાં છે અને તેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ પàª
Advertisement
દેશમાં સતત મંદિર-મસ્જિદનો વિવાદ ચર્ચામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મંદિર-મસ્જિદનો વિવાદ સતત વધી રહ્યો છે. આ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
વળી, મથુરામાં શાહી ઇદગાહ અને શ્રી કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ ફરી એકવાર હેડલાઇન્સમાં છે અને તેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. માયાવતીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે અને તેના કારણે સ્થિતિ વણસી શકે છે. બસપા સુપ્રીમો માયાવતીએ બુધવારે એટલે કે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ફરી એકવાર યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખતે પણ તેમણે રાજ્ય સરકાર પર ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને સ્થિતિ બગાડવાનો આરોપ લગાવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રીએ દેશવાસીઓને આવા વાતાવરણમાં સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે તે કોઈનાથી છુપાયેલું નથી. આ પરિસ્થિતિ ગમે ત્યારે વધુ ખરાબ થઇ શકે છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ જ્ઞાનવાપી, મથુરા, તાજમહેલ અને અન્ય સ્થળોના મામલામાં કાવતરા હેઠળ લોકોની ધાર્મિક લાગણીઓને ભડકાવવામાં આવી રહી છે.
બસપા સુપ્રીમોએ વધુમાં કહ્યું કે, આનાથી આપણો દેશ મજબૂત નહીં થાય, ભાજપે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે, ખાસ કરીને ધાર્મિક સમુદાયના સ્થળોના નામ બદલવાની પ્રક્રિયા આપણા દેશમાં શાંતિ, સદભાવની નહીં પણ દ્વેષની લાગણી પેદા કરશે. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે, મોંઘવારી અને બેરોજગારીથી ધ્યાન હટાવીને ભાજપ જ્ઞાનવાપી જેવા મુદ્દાઓને હવા આપી રહી છે. ભાજપના આ ષડયંત્રથી સાવધાન રહેવું પડશે.
Advertisement
Govt bid to divert people's attention from unemployment, inflation with Gyanvapi row: Mayawati
Read @ANI Story |https://t.co/IWFxGzBll7#GyanvapiMosque #KashiVishwanathTemple #Varanasi pic.twitter.com/DsAsBsE7V0
— ANI Digital (@ani_digital) May 18, 2022
વાસ્તવમાં આ પહેલો કિસ્સો નથી જ્યારે માયાવતીએ આવી કાર્યવાહી માટે સરકારનો વિરોધ કર્યો હોય. અગાઉ, BSP વડાએ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) ની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહીને ખોટી ગણાવી હતી. પૂર્વ CMએ તે સમયે કહ્યું હતું કે, જહાંગીરપુરી સહિત દેશના અન્ય રાજ્યોમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવતા ગરીબ લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે, જે અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
Advertisement