HYDERABAD : હવે ચટણીમાં તરતો દેખાયો જીવતો ઉંદર, SOCIAL MEDIA ઉપર VIDEO થયો વાયરલ
HYDERABAD : અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થોમાં જીવડા અને જીવાતો નીકળી હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. થોડા સમય પહેલા બાલાજી વેફરના પેકેટમાં ગરોળી નીકળી હતી, તે શિવાય એક આઈસક્રીમમાં માણસની કપાયેલી આંગળી દેખાઈ હતી. હવે આવો જ વધુ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સા વિશે જાણીને તમે ચોક્કસપણે તમારું માથું પકડીને બેસી જશો. હવે એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચટણી ભરેલા મોટા પાત્રમાં આપણને ઉંદર તરતો દેખાઈ રહ્યો છે. આ વિડીયો ખરેખર હચમચાવી મૂકે તેવો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સ્વચ્છતાને લઈને અલગ જ ચર્ચા શરૂ થઈ છે.ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
SOCIAL MEDIA ઉપર VIDEO વાયરલ
Rat in the "Chutney" in the JNTUH SULTANPUR.
What hygiene maintenance by the staff members is in a mess.@FoodCorporatio2 @examupdt @ABVPTelangana @NtvTeluguLive @hmtvnewslive @TV9Telugu @htTweets @KTRBRS @DamodarCilarapu @PawanKalyan @JanaSenaParty @Way2NewsTelugu pic.twitter.com/Es7bGLzRdP— @Lakshmi Kanth (@330Kanth41161) July 8, 2024
મળતી માહિતી અનુસાર, આ વાયરલ વિડીયો HYDERABAD ની જવાહરલાલ નેહરુ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો છે. આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ તે રીતે આપણને ચટણીથી ભરેલા પાત્રમાં એક ઉંદર તરતો દેખાઈ રહ્યો છે. જે જોવામાં જ એકદમ આપણને વિચિત્ર લાગે છે. મળતી માહિતી અનુસાર, અહીં ભણતા વિદ્યાર્થીઓને હોસ્ટેલની મેસમાં આ ભોજન પીરસવામાં આવતું હતું.એવું કહેવામાં આવી રહ્યું છે કે 8 જુલાઈએ હોસ્ટેલ મેસમાં પીરસવામાં આવતી ચટણીમાં ઉંદર જોવા મળ્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં પણ બન્યો હતો આવો કિસ્સો
થોડા સમય પહેલા ઇડરમાં રહેતા એક અગ્રણીના ઘરે રાજસ્થાનથી કેટલાક મહેમાન આવ્યા હતા.આથી, મહેમાનોને હિંમતનગરની નામાંકિત મીનાક્ષી લસ્સી ટેસ્ટ કરાવવા માટે લઈ આવ્યા હતા.પરંતુ,અગ્રણીના પરિવાર અને મહેમાનોને કડવો અનુભવ થયો હતો.પરિવારના દાવા મુજબ,લસ્સીમાંથી વંદો નીકળ્યો હતો.આ ઘટનાનો પરિવારે વીડિયો પણ બનાવ્યો હતો. લસ્સીમાંથી વંદો નીકળતા પરિવાર હતપ્રભ થયો હતો.
આ પણ વાંચો : RAJASTHAN : SPA સેન્ટરમાં ચાલતો હતો સેક્સનો ગોરખધંધો; અર્ધનગ્ન હાલતમાં ઝડપાઇ મહિલાઓ