Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi : અરવિદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો

Delhi : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને સુપ્રીમ કોર્ટ (SC) તરફથી મોટો ઝટકો (Big Blow) લાગ્યો છે. વચગાળાના જામીન (interim bail) ને એક સપ્તાહ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટ (SC) માં...
delhi   અરવિદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો

Delhi : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને સુપ્રીમ કોર્ટ (SC) તરફથી મોટો ઝટકો (Big Blow) લાગ્યો છે. વચગાળાના જામીન (interim bail) ને એક સપ્તાહ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટ (SC) માં દાખલ કરાયેલી કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલને 2 જૂને જેલમાં જવું પડશે.

Advertisement

સુપ્રીમ કોર્ટે દિલ્હીના CM ને આપ્યો ઝટકો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન લંબાવવાની અરજી પર તાત્કાલિક સુનાવણી ઈચ્છે છે. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અરજીની યાદી પર નિર્ણય ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) દ્વારા લેવામાં આવશે, કારણ કે મુખ્ય કેસમાં નિર્ણય હજુ અનામત છે. સુપ્રીમ કોર્ટે અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે, ગયા અઠવાડિયે જ્યારે મુખ્ય બેંચના જજ જસ્ટિસ દત્તા બેઠા હતા ત્યારે અરજી શા માટે દાખલ કરવામાં આવી ન હતી. હવે ચીફ જસ્ટિસ નક્કી કરશે કે આ કેસની સુનાવણી ક્યારે અને કઈ બેન્ચ કરશે. અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે અને જેલમાં જવું પડશે.

સ્વાસ્થ્ય કારણોસર કેજરીવાલને જોઇએ છે સમય

દરમિયાન, સોમવારે, અરવિંદ કેજરીવાલે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે અને કીટોનનું સ્તર ઘણું વધી ગયું છે. તેમને કિડનીની ગંભીર સમસ્યા અથવા તો કેન્સરનું લક્ષણ ગણાવતા, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ડોક્ટરોએ તેમને PET-CT સ્કેન સહિત અનેક ટેસ્ટ કરાવવા કહ્યું છે અને આ માટે તેમને સમયની જરૂર છે.

Advertisement

આ પણ વાંચો - LG : ” તમે આદત બનાવી દીધી છે, ઓ કેજરીવાલ સાહેબ..”

આ પણ વાંચો - ED એ પહેલીવાર કોઈ પાર્ટીને બનાવી આરોપી, કેજરીવાલની મુશ્કેલીમાં પણ વધારો…

Advertisement

Tags :
Advertisement

.