Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TRP gamezone : હવે ખબર પડી, આ અધિકારીઓ કેમ ભેગા થયા હતા...

TRP gamezone : રાજકોટ ટીઆરપી ગેમઝોન ( TRP gamezone) અગ્નિકાંડના બનાવમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જે દિવસે ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી તે જ દિવસે રાતથી એક વાયરલ થયેલી તસવીરે સોશિયલ મીડિયામાં ભારે તહલકો મચાવ્યો હતો. આ...
trp gamezone   હવે ખબર પડી  આ અધિકારીઓ કેમ ભેગા થયા હતા

TRP gamezone : રાજકોટ ટીઆરપી ગેમઝોન ( TRP gamezone) અગ્નિકાંડના બનાવમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જે દિવસે ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી તે જ દિવસે રાતથી એક વાયરલ થયેલી તસવીરે સોશિયલ મીડિયામાં ભારે તહલકો મચાવ્યો હતો. આ તસવીરમાં ટીઆરપી ગેમઝોનમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ હતા અને તસવીરમાં તેમની સાથે ગેમઝોનના સંચાલકો પણ જોવા મળ્યા હતા. હવે આ તસવીર મામલે ખુલાસો થયો છે.

Advertisement

તસવીર આઇપીએસ અધિકારી પ્રવીણકુમાર મીણાની બર્થ ડે પાર્ટીની હતી

વાયરલ થયેલી આ તસવીરમાં ખુલાસો થયો હતો કે આ તસવીર આઇપીએસ અધિકારી પ્રવીણકુમાર મીણાની બર્થ ડે પાર્ટીની હતી.
પ્રવીણકુમાર મીણાનો વર્ષ 2022માં ટીઆરપી ગેમ ઝોન ખાતે બર્થ ડે યોજવામાં આવ્યો હતો અને બર્થ ડે પાર્ટી અંતર્ગત ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું . ગેટ ટુ ગેધરમાં જુદાજુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Advertisement

પ્રવીણકુમાર મીણા હાલ એસપી આણંદ તરીકે ફરજ બજાવે છે

ફોટોમા જોવા મળી રહ્યું છે કે બુકે પ્રવીણકુમાર મીણાને જન્મદિવસની શુભેચ્છા અંતર્ગત આપવામાં આવ્યું હતું . 2022માં પ્રવીણકુમાર મીણા રાજકોટ શહેરના ડીસીપી ઝોન 1 તરીકે ફરજ બજાવતા હતા. તસવીરમાં તેમની સાથે રાજકોટના કલેક્ટર અરુણ મહેશબાબુ, એસપી બલરામ મીણા, તત્કાલિન મ્યુનિ.કમિશનર અમિત અરોરા પણ પ્રવિણ મીણા સાથે જોવા મળે છે. પ્રવીણકુમાર મીણા હાલ એસપી આણંદ તરીકે ફરજ બજાવે છે.

આ પણ વાંચો---- Rajkot: 50 ડિગ્રી તાપમાન પણ સહન નથી થતું ત્યાં 4 હજાર ડિગ્રી ગરમીનું નિર્માણ થયું હતું!

Advertisement

આ પણ વાંચો---- RMC : ” 9 ક્ષતિઓ હોવાનું અમે તો પહેલાં જ કહી દીધું હતું…”

આ પણ વાંચો---- Rajkot: લ્યો બોલો…TRP ગેમ ઝોન રાજકોટ મનપાના ચોપડે પાર્ટી પ્લોટ!

આ પણ વાંચો---- રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી પ્રકાશ ભેદી રીતે ગાયબ કે ખુદ જ ભોગ બન્યો ?

Tags :
Advertisement

.