વડોદરા: કોર્પોરેટર સામે રૂ.3.03 કરોડની છેતરપિંડીની ફરિયાદ
Vadodara: અવારનવાર ભ્રષ્ટ કોર્પોરેટરો સામે ફરિયાદો ઘણી જોવા મળી આવતી હોય છે. ત્યારે હવે વડોદરા(Vadodara) ના એક કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ હોવાનો કિસ્સો ઉઘડતો થયો છે. જેમાં આ કોર્પોરેટર ભાજપનો હોવાનું પણ સામે આવ્યું છે.
કોર્પોરેટર સામે રૂ.3.03 કરોડની છેતરપિંડીની ફરિયાદ
Vadodara: આ કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ નોંધાયા બધ આ કોર્પોરેટર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આ કોર્પોરેટર સામે રૂ.3.03 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આ કોર્પોરેટરને 7 માર્ચ સુધીના સમયમાં રૂ.2.76 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ કોર્ટમાં 50 હજાર રૂપિયા જમા કરાવી દીધા હતા
કોર્પોરેટર કલ્પેશ પટેલે અગાઉ કોર્ટમાં 50 હજાર રૂપિયા જમા કરાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે, કલ્પેશ પટેલ,મિહિર શાહ અને બાબુ પટેલ વચ્ચે નાણાકીય લેવડ-દેવડ કરવામાં આવી હતી. જેમાં પછી કલ્પેશ પટેલે હાથ અધ્ધર કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ પણ વાંચો - VADODARA: ફાયર વિભાગની ટીમ સમયસર ન પહોંચતા મકાન બળીને ખાખ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ