Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU માં એડમિશન મામલે "તગડી" લડતના એંધાણ

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની કોમર્સ ફેકલ્ટીમાં મેરીટ ઉંચુ જતા હજારો સ્થાનિક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા. પ્રબળ માન્યતા અનુસાર, સ્થાનિક વિદ્યાર્થીઓએ બહાર ભણવા ન જવું પડે તે માટે મહારાજા સયાજીરાવ દ્વારા આ...
vadodara   msu માં એડમિશન મામલે  તગડી  લડતના એંધાણ
Advertisement

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની કોમર્સ ફેકલ્ટીમાં મેરીટ ઉંચુ જતા હજારો સ્થાનિક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા. પ્રબળ માન્યતા અનુસાર, સ્થાનિક વિદ્યાર્થીઓએ બહાર ભણવા ન જવું પડે તે માટે મહારાજા સયાજીરાવ દ્વારા આ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી. પરંતુ હાલના સત્તાધીશો તેનાથી વિપરીત વર્તી રહ્યા હોવાના આરોપ મુકવામાં આવી રહ્યા છે. આ મામલે યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા એકત્ર થઇને તગડી લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનું ચિત્ર મંગળવારે સ્પષ્ટ થશે. ગતરોજ શહેરના કમાટીબાદ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું એક જુથ અને એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા. અને આગામી રણનીતિને લઇને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

કોરોના કાળમાં 12 હજાર વિદ્યાર્થીઓને એડમિશન

MSU ના પૂર્વ વિદ્યાર્થી અને હાલના રાજકીય અગ્રણી અમિત ગોટીકર જણાવે છે કે, કોમર્સ ફેકલ્ટીમાં 75 ટકાએ એડમિશન બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને યુનિ.ના પુર્વ નેતાઓ અને હાલના નેતાઓ એકત્ર થઇને વિચાર-મંથન કરી રહ્યા છે કે આંદોલનની રૂપરેખા તૈયાર થવી જોઇએ. કોમર્સ ફેકલ્ટીમાં કોરોના કાળમાં 12 હજાર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા. આજે તે એડમિશન 5,500 વિદ્યાર્થી સંખ્યાની આસપાસ રોકી દેવામાં આવ્યું છે. શહેર બહારના વિદ્યાર્થીઓને પણ વધુ એડમિશન આપવામાં આવ્યા છે. મારૂ કહેવું છે કે, વડોદરામાં રહેતો વિદ્યાર્થી જેની માટે સયાજીરાવ ગાયકવાડે યુનિ.ની સ્થાપના કરી. સસ્તુ અને સારૂ શિક્ષણ મેળવી શકે તે માટે યુનિ. આપી, સુવિધાઓ આપી. તમે વિદ્યાર્થીઓને ભણાવવામાં અક્ષમ છો.

Advertisement

75 ટકા જ પાસીંગ માર્ક રાખવા જોઇતા હતા

વધુમાં તેમણે જણાવ્યું કે, આ માત્ર ખાનગી યુનિ.ને પ્રોત્સાહન આપવા માટે આ કારસો ઘડી કાઢવામાં આવ્યો છે. ખાનગી યુનિ.માં બી કોમ.ની રૂ. 80 હજાર - રૂ. 1 લાખ ફી છે. તે જ કોર્ષની એમ.એસ.યુનિ.માં રૂ. 20 હજારમાં શિક્ષણ પુરૂ થઇ જાય છે. સામાન્ય ઘરના વિદ્યાર્થીએ જો 75 ટકા મેળવ્યા હોય તો જ એમ. એસ. યુનિ.માં એડમિશન મેળવી શકે. મારે સરકારને કહેવું છે કે, 75 ટકા જ પાસીંગ માર્ક રાખવા જોઇતા હતા. તેની નીચે ટકાવારી મેળવનાર વિદ્યાર્થીને નાપાસ કરી દેવાના હતા. આ આંદોલન દરેક ગલીઓ-શેરીઓમાં લઇ જવાશે. આ આંદોલનની કમાન વડોદરાવાસી હાથમાં લેશે.

અમારો હક બને છે

પ્રવેશથી વંચિત વિદ્યાર્થીની આલ્યા રાણા જણાવે છે કે, અમને એડમિશન મળવું જ જોઇએ. જે અંદોલન કરવા જઇ રહ્યા છે, તે વડોદરાના વિદ્યાર્થીઓ જ છે. અમારો હક બને છે, અહિંયા એડમિશન લેવાનો. સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જ યુનિ.ની સ્થાપના કરી હતી. અમારા એડમિશન માટે યુનિ.ના પૂર્વ નેતાઓ વિરોધ કરવા જઇ રહ્યા છે. અગાઉ 45 ટકાએ એકમિશન મળી જતું હતું, પરંતુ હવે 74 ટકાએ પણ નથી મળી રહ્યું. અડધા ટકા માટે એડમિશન રદ્દ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : પીવાલાયક પાણી રોડ પર વહી ગયું, અધિકારી પર સણસણતો આરોપ

Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

રાજ્યભરમાં આજે પણ દાદાના બુલડોઝર દ્વારા સફાયો જારી

featured-img
ક્રાઈમ

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા

featured-img
ક્રાઈમ

VADODARA : ચકચારી રક્ષિતકાંડમાં કારનો ડેટા જર્મની મોકલાયો

featured-img
અમદાવાદ

IPS રવિન્દ્ર પટેલની સાસરીમાં તપાસનો રેલો, SEBI દ્વારા પરિવારજનોની પૂછપરછ શરૂ

featured-img
ગુજરાત

VADODARA : શહેરના સાહસિકે બાળકો માટે બનાવ્યું અનોખું ‘પેપરટોક્સ’

featured-img
ગુજરાત

VADODARA : પૂર નિવારણના પગલાં ભરવામાં સિંચાઇ વિભાગની ગંભીર લાલિયાવાડી

×

Live Tv

Trending News

.

×