કોંગ્રેસના મજબૂત આગેવાન અને કામદાર નેતા મહેશ પરમાર ૩૦૦ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
મહેશ પરમાર મંગળવારના રોજ પોતાના 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જેના કારણે ભરૂચ જિલ્લા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મહેશ પરમાર તેમના સમર્થકો સાથે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના નેતૃત્વમાં તેમના સમર્થકોની સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મહેશ પરમાર તથા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંà
Advertisement
મહેશ પરમાર મંગળવારના રોજ પોતાના 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જેના કારણે ભરૂચ જિલ્લા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મહેશ પરમાર તેમના સમર્થકો સાથે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના નેતૃત્વમાં તેમના સમર્થકોની સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મહેશ પરમાર તથા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ માટીએડા, કોંગ્રેસના આગેવાન જયદીપસિંહ માટીએડા, આદિવાસી આગેવાન કાલિદાસ વસાવા, ઐયુબભાઈ અબ્દુલભાઇ શેઠ તથા BTPના ઉપપ્રમુખ મુકેશ બાબરભાઈ વસાવાને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
મહેશ વસાવા ભરૂચ તાલુકાની પૂર્વપટ્ટીના લઘુમતી તથા એસ.સી., એસ.ટી. સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જે રીતે કોંગ્રેસમાંથી આગળ પડતા આગેવાનો કોંગ્રેસને છોડી રહ્યા છે તે જોતા આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને તેની ઘાતક અસર ઉભી થશે. જ્યારે બીજી બાજુ ભાજપ વાગરા વિધાનસભામાં વધુ મજબૂત બને તેવી સંભાવના છે.
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ એસ.સી.અને એસ.ટી. સમાજને સતત અન્યાય કરતી આવી છે. તાજેતરમાં જ પ્રદેશ સંગઠનની રચનામાં એક જ સમાજના લોકોને હોદ્દાઓ આપ્યા હતા. જ્યારે બીજી બાજુ ભાજપ તમામ પ્રકારના વર્ગોને સાથે લઈ વિકાસ કરે છે. ભારતના રાષ્ટ્રપતિ તરીકે પહેલા લઘુમતી સમાજમાંથી ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ, એસ.સી. સમાજમાંથી રામનાથ કોવિંદ અને હવે આદિવાસી સમાજમાંથી દ્રૌપદી મુરમુને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. ભાજપ નાત જાતના ભેદભાવ વગર સૌને વિકાસની તક આપે છે. સાથે વાગરાના ધારાસભ્યે પણ કોઈ પણ ભેદભાવ વગર વિકાસના કામો કર્યા છે, સરકારની યોજનાઓને ઘરે ઘરે પહોંચાડી છે. આ બધાથી આકર્ષાઈને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અપનાવી ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસ જે વિચારધારા સાથે ચાલે છે અને ભાગલાવાદી વૃત્તિ અપનાવે છે તે જોતા આવનારા દિવસોમાં કોંગ્રેસ ભરૂચ જિલ્લામાંથી ખલાસ થઈ જશે.
મહેશ પરમારે 300 જેટલા આગેવાનો અને કાર્યકરો સાથે ભાજપનો કેસરિયો ધારણ કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ તેમને શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે મહેશ પરમાર એક મજબૂત અને આખાબોલા આગેવાન છે. કામદારોના લડાયક નેતા છે. ભાજપમાં તેમના આગમનના કારણે ભરૂચની પૂર્વપટ્ટી પર ભાજપ વધુ મજબૂત બનશે.