Rajkot: લ્યો બોલો...TRP ગેમ ઝોન રાજકોટ મનપાના ચોપડે પાર્ટી પ્લોટ!
Rajkot Municipal Corporation: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈને અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી રહીં છે. માત્ર પૈસા કમાવવા માટે થઈને લોકોના જીવ સાથે રમત રમવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે, આ ગેમઝોનની ઉદ્ઘાટન માટે અધિકારીઓ જ આવ્યા હતા, તો શું તો અધિકારીઓને એ નહોતી ખબર કે ગેમ ઝોનમાં કાયદાનો ભંગ કરવામાં આવેલો છે. ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે કે, અમને રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય વિશ્વાસ નથી. નોંધનીય છે કે, ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી કે, જેમાં લોકોનો જીવ લેવાયો હોય! આ પહેલા પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે.
રાજકોટ મનપા પાર્ટી પ્લોટનો ટેક્ષ પણ વસુલ કરતી હતી
તમને જણાવી દઇએ કે, રાજકોટ અગ્નિકાંડને લઇ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચાર ચાર વર્ષથી જ્યાં ગેમ ઝોન ચાલતો હતો તે જગ્યા રાજકોટ મનપા ચોપડે પાર્ટી પ્લોટ તરીકે નોંધાયેલો છે. એટલું જ નહીં પરંતુ રાજકોટ મનપા પાર્ટી પ્લોટનો ટેક્ષ પણ વસુલ કરતી હતી. અહીં એવું સાબિત થાય છે કે, ખરેખર મનપા ઊંઘી રહીં હતી. કારણ કે, જ્યા ચાર વર્ષથી ગેમ ઝોન ચાલી રહ્યો હોય અને મનપાને તેની જાણ ના હોય તે કેવી રીતે શક્ય બને? નોંધનીય છે કે, નાના કોઈ વ્યક્તિ ઘરમાં થોડો સામાન રાખ્યો હોય તો દુકાન ગણાવીને વેરો વસૂલતી મનપાએ ગેમ ઝોનને લઈને આખ આડે હાથ કેમ હતા?
શું રાજકોટ મનપા અધિકારીઓ બાંધકામ નહીં દેખાયું હોય?
મળતી વિગતો પ્રમાણે આ TRP ગેમ ઝોન આજે પણ રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે જે.એસ.પાર્ટી પ્લોટ છે. તો શું રાજકોટ મનપા અધિકારીઓ બાંધકામ નહીં દેખાયું હોય? કારણ કે, એક પાર્ટી પ્લોટ અને ગેમ ઝોનમાં જમીન આસમાનનો ફરક છે! અહીં તો જાણે મનપાના જ અધિકારીઓની મિલીભગત હોય તેવું લાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોઈ પેટ્યું રડી પોતાના આશિયાના બનાવે તો નોટિસો મોકલી પાડવામાં આવે છે પરંતુ આવડું મોટું ગેમ ઝોન મનપા અધિકારીઓ આખે કેમ ન દેખાયું? આખરે મનપા કોના આંખે શહેરમાં કામ કરી રહીં છે?
મનપાની કામગીરી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાજમી છે
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યારે સુધી 33 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, કેટલાક લોકો સમયસૂચકતાએ ત્યાથી ભાગી જવામાં સફળ રહ્યા અને જીવી ગયા હતા. અત્યારે તો રાજકોટ મનપા પર અનેક સવાલો થઈ રહ્યા છે. મનપાની કામગીરી પર પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવવા જરાય અતિયોક્તી નથી. કારણ કે, તેમના નાક નીચે ગેરકાયદેસર આટલું મોટૂં ગેમ ઝોન ધમધરમી રહ્યું હતું? નોંધનીય છે કે, જો પ્રશાસનને જ સરખું કામ ના કરતું હોય તો પછી લોકોની સુરક્ષા કેવી રીતે થવાની?