Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Gamezone : સાગઠીયાએ ...હું આપઘાત કરી લઇશ...નું રટણ શરુ કર્યું

Rajkot Gamezone રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા સામે હાલ ACBની તપાસ ચાલી રહી છે ત્યારે ACBની ઓફીસમાં રહેલા મનસુખે નાટકો શરુ કર્યા છે. મનસુખ સાગઠીયાએ ACBની ઓફીસમાં આપઘાતનું નાટક શરૂ કર્યુ...
rajkot gamezone   સાગઠીયાએ    હું આપઘાત કરી લઇશ   નું રટણ શરુ કર્યું

Rajkot Gamezone રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા સામે હાલ ACBની તપાસ ચાલી રહી છે ત્યારે ACBની ઓફીસમાં રહેલા મનસુખે નાટકો શરુ કર્યા છે. મનસુખ સાગઠીયાએ ACBની ઓફીસમાં આપઘાતનું નાટક શરૂ કર્યુ છે. સાગઠીયાના રટણથી ACBના તપાસનીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે જેથી એસીબી ઓફિસમાં બંદોબસ્ત વધારી દેવાયો છે અને તેની પર સતત નજર રખાઇ રહી છે.

Advertisement

મનસુખ સાગઠીયાએ ...હું આપઘાત કરી લઇશ...નું રટણ શરુ કર્યું

એસીબીની ઓફિસમાં રહેલા મનસુખ સાગઠીયાએ ...હું આપઘાત કરી લઇશ...નું રટણ શરુ કર્યું છે જેથી ACBના તપાસનીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. સાગઠીયાના નિવૃત ફોજદાર સસરાને પણ કચેરીમાં રાખતા હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ તપાસમાં સાગઠીયાના પરિવાર પાસે બેંકમાં બે લોકર હોવાનું સામે આવ્યું છે જેથી બેંકના લોકર મામલે ACBએ તપાસ હાથ ધરી છે. સાગઠીયા પર રાત્રે 4 પોલીસ કર્મી અને એક ACBના કર્મીનો જાપ્તો ગોઠવવામાં આવ્યો છે.

ગુજરાત ACB દ્વારા SITની રચના

રાજકોટ અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના TPO મનસુખ સાગઠિયાની સંપત્તિની વધુ તપાસ માટે ગુજરાત ACB દ્વારા SITની રચના કરવામાં આવી છે. ACBના એડિશનલ ડાયરેકટરના નેતૃત્વમાં SITમાં બે આસિસ્ટન્ટ ડાયરેકટર અને બે પી આઈ અને લીગલ એડવાઈઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે. મનસુખ સાગઠિયાની આવક કરતા વધુ સંપત્તિના કેસ અને મળી આવેલી કરોડોની સંપત્તિ અંગે SIT તપાસ કરશે અને રિપોર્ટ બનાવશે.

Advertisement

સાગઠિયાને લઈ એસીબીની તપાસ ચાલુ

બીજી તરફ આરોપી સાગઠિયા વિરુદ્ધ ACB બાદ હવે IT વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળી આવ્યું હતું. આ મામલે હવે IT વિભાગે તપાસ આદરી છે. માહિતી મુજબ, સાગઠિયાની ઓફિસમાંથી 400 થી વધુ ઘરેણાં મળ્યા હતા, જેમાં 200 ગ્રામ સોનાના હાર, 800 ગ્રામ સોનાનો કંદોરો સામેલ હતા. રૂપિયાના બદલે સાગઠિયા દાગીના લેતો હતો કે કેમ ? તેની તપાસ કરાશે.

આ પણ વાચો---- Rajkot Gamezone fire : લોકો પાસેથી રૂ. પડાવનાર ભ્રષ્ટ સાગઠિયા પાસેથી જેલમાં માથાભારે શખ્સે લાખો પડાવ્યાં!

Advertisement

Tags :
Advertisement

.