Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lok Sabha Election : ગુજરાતમાં કાચીંડાની જેમ રંગ બદલતી AAP

લોકસભાની ચૂંટણી (Lok Sabha election) નજીક છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) એ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ત્યારે ખાસ કરીને ભરૂચ બેઠક (Bharuch Seat) ને લઇને શું થશે તે જનતા પણ જાણવા માગતી...
lok sabha election   ગુજરાતમાં કાચીંડાની જેમ રંગ બદલતી aap
Advertisement

લોકસભાની ચૂંટણી (Lok Sabha election) નજીક છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) એ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ત્યારે ખાસ કરીને ભરૂચ બેઠક (Bharuch Seat) ને લઇને શું થશે તે જનતા પણ જાણવા માગતી હતી. જેનો આજે કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) ની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ (Press Conference) માં ખુલાસો કરી દેવામાં આવ્યો છે. જ્યા હવે ભરૂચ બેઠક પરથી AAP ના ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar Vasava) નું નામ જાહેર કરવામાં આવ્યું છે. જે આ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના સંતાન ફૈઝલ અને મુમતાઝ પટેલ લડશે તેવી ચર્ચાઓ થઇ હતી.

કોંગ્રેસ પાર્ટી AAP ને ભાજપની B ટીમ કહેતી હતી અને હવે...

રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકસાથે આવી છે. સૌથી નવાઈની વાત તો એ છે કે જે કોંગ્રેસ પાર્ટી પોતે જ આમ આદમી પાર્ટીનો વિરોધ કરતી હતી. ભાજપને જીતાડવાનું કામ AAP કરે છે તેવું કહેતી હતી અને આજે તેની જ સાથે હાથ મીલાવીને ચૂંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લગભગ જનતા માટે પણ સમજથી પરે હશે. જે ગઠબંધન આજે જોવા મળી રહ્યુ છે તેનાથી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ નારાજ હોવાની પણ ચર્ચાઓ તેજ થઇ છે. ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ કહેતી હતી કે AAP તો ભાજપની B ટીમ છે. ત્યારે હવે AAP ને ભાજપની B ટીમ કહેતી કોંગ્રેસ પાર્ટીને ગઠબંધનની જરૂર કેમ પડી તે એક મોટો સવાલ છે.

Advertisement

Advertisement

શું કોંગ્રેસે પોતાના જ પગ પર મારી દીધી કુલ્હાડી ?

ભાજપ માટે જ્યા કોંગ્રેસને હરાવવું થોડું મુશ્કિલ લાગી રહ્યું હતું પણ હવે લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ પોતે જ પોતાના પગ પર કુલ્હાડી મારી દીધી છે. જનતા જે થોડો પણ વિશ્વાસ કોંગ્રેસ પાર્ટી પર રાખી રહી હતી તે હવે જ્યારે જાણશે કે આ પાર્ટીએ AAP સાથે ગઠબંધન કરી દીધું છે ત્યારે એક વિચાર તેમના માઈન્ડમાં ચોંક્કસ આવશે કે, જે ભાજપની B ટીમ જ હતી તો હવે તેની સાથે કેમ ગઠબંધન ?

INDI ગઠબંધનમાં જાડાઈ AAP

રાજકારણમાં ભ્રષ્ટાચાર દુર કરવાના ધ્યેય સાથે આવેલી આમ આદમી પાર્ટી અને તેના નેતા અરવિંદ કેજરીવાલ હવે ઉઘાડા પડી ગયા છે. તે INDI ગઠબંધનમાં જોડાયા છે. જેમાં ઘણા એવા પક્ષોના નેતાઓ છે જેની પર ભ્રષ્ટાચારના આરોપો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ખુબ જ નુકશાન કર્યું હતું, પણ હવે તેણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને જીતી શકાય તેવી 2 બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે.

જાણો શું મુમતાઝ પટેલે શું કહ્યું ?

આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર (Corruption) નો વિરોધ કરતી હતી. તો હવે ગઠબંધન (Alliance) કેમ કરવું પડ્યું તે સવાલ છે. સ્વ. અહેમદ પટેલના સંતાન મુમતાઝ પટેલ (Mumtaz Patel) પણ અગાઉ કહી ચુક્યા છે કે ડેડીયાપાડા સિવાય આપનું ક્યાંય અસ્તિત્વ નથી. ફૈઝલ પટેલ પણ આપને ટિકીટ આપવાનો વિરોધ કરતા હતા.જેણે આખી જીંદગી કોંગ્રેસ પાર્ટી માટે ઘસી નાખી અને પાર્ટીની સેવા કરી તેવા સ્વ અહેમદ પટેલના સંતાનોને જ ચૂંટણી લડવાથી કોંગ્રેસ હાઇકમાન્ડ રોકી રહી છે. રાહુલ ગાંધીએ ફૈઝલ પટેલને વચન આપ્યું હતું તો એવી કેવી મજબુરી હતી કે ફૈઝલને ટિકીટ આપવામાં ના આવી?

ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ ભરૂચ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવેલા ચૈતર વસાવાએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આજે INDI ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે તેમા ભરૂચ બેઠક પરથી મારા નામની જાહેરાત કરવામા આવી છે તેનું અમે વધાવી લઇએ છીએ. વસાવાએ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ અને ભરૂચના સ્વ.અહેમદ પટેલના પરિવારજન મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનો આભાર માન્યો હતો. આગળ કહ્યું કે, આ સાથે સાથે અમે તેમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઇને આગળ વધીશું. સાથે બેસીને રણનીતિ બનાવીશું. ખાસ ભરૂચ બેઠક જીતીને સ્વ.અહેમદ પટેલને અમે શ્રદ્ધાંજલિ આપીશું. વસાવાએ કહ્યું કે, આજે સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ અને તેમના આગેવાનોને આવનારા દિવસોમાં આ અમારી યાત્રામાં જોડાય અને વધારેને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ તે માટે પણ આમંત્રણ આપું છું. હું એ વિશ્વાસ આપું છું કે, આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને INDI ગઠબંધનને આપી શકીશું.

આ પણ વાંચો – રાજકોટમાં ખાખીને ફરી લાગ્યો દાગ ? જાણો વિગત

આ પણ વાંચો – અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×