Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્યના ભાજપ સરકાર સામે પ્રહારો

અહેવાલ - ફારૂક કાદરી, અમરેલી લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરનો સરકાર સામે પ્રહાર કરતો વિડીયો સોશીયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૌની યોજનાનું પાણી બે દિવસ છોડીને ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે પહેલાં બંધ કરાયું છે. જેથી દીવાળી...
લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્યના ભાજપ સરકાર સામે પ્રહારો

અહેવાલ - ફારૂક કાદરી, અમરેલી

Advertisement

લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરનો સરકાર સામે પ્રહાર કરતો વિડીયો સોશીયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૌની યોજનાનું પાણી બે દિવસ છોડીને ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે પહેલાં બંધ કરાયું છે. જેથી દીવાળી સમયે ખેડૂતોની મશ્કરી કરી સૌની યોજનાનું પાણી છોડીને ફોટો શેશન કરાયું હોવાનો ચોકવાનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી

Advertisement

આ આક્ષેપ વીરજી ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યો છે.તો સૌની યોજનાના પાણીના વધામણા કર્યાને ખેડૂતોના ખેતરે પાણી પહોંચે તે પહેલાં બંધ થયું છે. પોલીસ તંત્રને પણ વીરજી ઠુમ્મર દ્વારા આડે હાથ લેવામાં આવી હતી ને અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે.

વીરજી ઠુમ્મર દ્વારા સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો

Advertisement

પોલીસ પવનચક્કીના કોન્ટ્રાકટરો માટે કામ કરે છે તેવો વીરજી ઠુમ્મર દ્વારા સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો હતો.અને મેરી મિટ્ટી મેરા દેશ નહિ આખી મિટ્ટી જ વેચાઈ ગઈ છે રેતી ખનન ચાલી રહ્યું છે ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરતી ભાજપ સરકાર કરતી હોયને દેશમાં ગુજરાત બરબાદ થવાનું નમૂનારૂપ રાજ્ય બન્યું હોવાનું વાયરલ વીડિયોમાં વીરજી ઠુમ્મરે જણાવ્યું છે. ત્યારે વીરજી ઠુમ્મરના નિવેદન સામે ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન રાઠોડનું નિવેદન સામે આવ્યું છે.

ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન રાઠોડનું નિવેદન 

ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન રાઠોડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સૌની યોજનાના પાણીની પાઇપ લાઇનમાં લીમડી પાસે ફોલ્ટ આવેલો હતો જે આજે ફરી પાણી છોડ્યું છે ને ખેડૂતોને જ્યારે રવિપાકમાં જરૂર પડશે સરકાર પાણી આપશે તેમ નીતિન રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે.ત્યારે અમરેલી જિલ્લાના ભાજપ કોંગ્રેસના નેતાઓની સામસામી નિવેદનબાજીથી રાજકારણમાં આવ્યો ગરમાવો છે

આ પણ વાંચો - ભુજ હવાઈ મથકે કાર્ગો સર્વિસ શરૂ કરવા બેઠક યોજાઈ

Tags :
Advertisement

.