Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : સુરક્ષા એજન્સીઓની ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ, 12 દિવસમાં ઝડપ્યું આટલું ચરસ

કચ્છ (Kutch) જિલ્લાની સાગર તટે માદક પદાર્થનાં પેકેટ મળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. આજે જુદી-જુદી એજન્સીઓનાં સર્ચ ઓપરેશન દરમિયાન 60 પેકેટ ચરસનાં મળી આવ્યા છે. આ સાથે છેલ્લા 12 દિવસમાં ચરસનાં (charas) 242 પેકેટ મળી આવ્યા છે. સતત મળી...
kutch   સુરક્ષા એજન્સીઓની ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ  12 દિવસમાં ઝડપ્યું આટલું ચરસ

કચ્છ (Kutch) જિલ્લાની સાગર તટે માદક પદાર્થનાં પેકેટ મળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. આજે જુદી-જુદી એજન્સીઓનાં સર્ચ ઓપરેશન દરમિયાન 60 પેકેટ ચરસનાં મળી આવ્યા છે. આ સાથે છેલ્લા 12 દિવસમાં ચરસનાં (charas) 242 પેકેટ મળી આવ્યા છે. સતત મળી રહેલા નશીલા પેકેટનાં પગલે સલામતી દળો અને સુરક્ષા એજન્સીઓએ (security agencies) સઘન પેટ્રોલિંગની પ્રક્રિયા વધારી દીધી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, ગત 8 જૂનથી કોટેશ્વરથી નારાયણ સરોવર સુધીનાં દરિયાઇ વિસ્તારમાંથી મળી રહેલા બિનવારસી ચરસનાં પેકેટનો આંક આ વર્ષે 242 સુધી પહોંચ્યો છે. જ્યારે આજે અબડાસા તાલુકાનાં પિંગલેશ્વર અને નાયરો નદી વચ્ચેનાં સમુદ્રી વિસ્તારમાંથી સવારે ચરસનાં વધુ 8 બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. સીમા સુરક્ષા દળ દ્વારા જખૌ વિસ્તારમાંથી 42 પેકેટ જયારે નેવી ઇન્ટેલિજન્સ યુનિટ જખૌ (Jakhow) નજીક 10 પેકેટ મળી આવ્યા હતા. આમ આજે કુલ ચરસનાં 60 પેકેટ મળી આવ્યા છે. હાલ, પણ દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે.

Advertisement

ગુજરાતનો 1600 કિલોમીટર સુધીનો લાંબો દરિયાકિનારો છે. ત્યારે, આ દરિયો કિનારો ડ્રગ્સની (Drugs) હેરાફેરી માટે જાણીતો બની ગયો છે. કારણ કે વારંવાર અહીંથી માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં ATS અને કોસ્ટગાર્ડને સફળતા મળી છે. સાથે હવે બિનવારસી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.

Advertisement

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, મોટાભાગનું ડ્રગ્સ પાકિસ્તાન તરફથી આવે છે. પાકિસ્તાનાં (Pakistan) ડ્રગ્સ માફિયાઓ માછીમારોની બોટમાં પેડલરો મારફતે ડ્રગ્સ મોકલતા હોય છે. ઘણીવાર ગુજરાતનાં દરિયા કિનારે પહોંચતા પહેલા જ કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સી દ્વારા આ પ્રકારની બોટને કબજે કરી લેવામાં આવતી હોય છે. કચ્છનો (Kutch) દરિયાકાંઠો વિશાળ છે અને તેજ પવનના કારણે ડ્રોન ઉડાવી શક્તા નથી. આવા સંજોગોમાં એજન્સીઓ વચ્ચેનું સંકલન મજબૂત છે. BSF, મરીન કમાન્ડો (Marine Commando), સ્ટેટ IB, પશ્ચિમ કચ્છ SOG, જખૌ, જખૌ મરીન, માંડવી, નારાયણ સરોવર, કોઠારા પોલીસ ઉપરાંત GRD જવાનો દ્વારા કરવામાં આવતા સંયુક્ત પેટ્રોલિંગમાં આ સફળતા મળે છે. છેલ્લા 12 દિવસમાં ચરસનાં 242 પેકેટ મળી આવ્યા છે.

તારીખ - સ્થળ - પેકેટ

8-6 - રોડાસર - 2
9-6 - કડુલી- 10
11-6 - સીંધોડી - 9
13-6 - ખીદરતપીર-10
14-6 - ધોળુંપીર - 10
14-6 - રોડાસર - 10
15-6 - લુણાબેટ - 10
16-6 - ખીદરતટાપુ - 10
16-6 - કોટેશ્વર - 1
17- 6 - પીંગલેશ્વર - 10
17-6 - ખીદરતટાપુ- 10
17-6 - બાંભડાઈ - 40
17-6 - કુંડીબેટ - 19
18.6.- પિંગલેશ્વર 10
18.6.- શેખરણ પીર.21
19.6.- જખૌ.60

ટોટલ- 242

અહેવાલ- કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો - Rajkot Gamzone : રૂ.70-75 હજાર પગારદાર TPO સાગઠિયા પાસે આવક કરતા 410% વધુ મિલકત!

આ પણ વાંચો - Dahod : લ્યો બોલો… નકલી કચેરી બાદ હવે નકલી કર્મચારીઓ, પંચાયત કચેરીનાં Video થી વિવાદ

આ પણ વાંચો - Kheda Viral Disease: રોગચાળો ફાટી નીકળતા ઘરે-ઘરે માંદગીના ખાટલા, 11 આરોગ્ય ટીમ કરાઈ તૈનાત

Tags :
Advertisement

.