Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત અગાઉ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી (Narendra  Modi) આગામી 24 ઓગસ્ટના રોજ પંજાબમાં (Punjab) ટાટા કેન્સર હોસ્પિટલનું ઉદ્ધાટન કરવા જવાના છે તેની પહેલા ગૃપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને એલર્ટ કરી છે. ગૃપ્તચર એજન્સીએ કહ્યું કે, રાજ્યમાં આતંકી સક્રિયતા વધી શકે છે. તે બાદ પંજાબમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, ગેંગસ્ટર સાથે આતંકી ભળી ગયા બાદ ખતરો વધી ગયો છે.અગાઉ ગુપ્તચર
વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત અગાઉ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી (Narendra  Modi) આગામી 24 ઓગસ્ટના રોજ પંજાબમાં (Punjab) ટાટા કેન્સર હોસ્પિટલનું ઉદ્ધાટન કરવા જવાના છે તેની પહેલા ગૃપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને એલર્ટ કરી છે. ગૃપ્તચર એજન્સીએ કહ્યું કે, રાજ્યમાં આતંકી સક્રિયતા વધી શકે છે. તે બાદ પંજાબમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, ગેંગસ્ટર સાથે આતંકી ભળી ગયા બાદ ખતરો વધી ગયો છે.
અગાઉ ગુપ્તચર એજન્સીઓએ પંજાબના  (Punjab) નેતાઓ અને ઓફિસરો પર પણ આતંકી હુમલાની ચેતવણી આપી છે. તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદરસિંહ રંધવા, પૂર્વ મંત્રી ગુરકીરત કોટલી, વિજયઈંદર સિંગલા અને પરમિંદર સિંહ પિન્કીના નામનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને 10 લોકોના નામોની યાદી  મોકલી છે. જે બાદ આ લોકોની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબ પોલીસે (Pinjab Police) થોડાં દિવસો પહેલાં દિલ્હી પોલીસની (Delhi Police) મદદથી ચાર આતંકવાદીઓ દીપક મોગા, સન્ની ઈસાપુર, સંદીપસિંહ અને વિપિન જાખડ સામેલ હતા. આ ચારેય કેનેડામાં બેસેલા ગેંગસ્ટર અર્શ ડલ્લા અને ઓસ્ટ્રેલિયામાં બેઠેલા ગુરજંટ જંટા સાથે સંપર્કમાં હતા. જેમની પુછપરછમાં મોટા ખુલાસા થયાં છે.
અત્રે નોંધનીય છે કે, પંજાબમાં VIPની સુરક્ષાનો મુદ્દો ખુબ જ સંવેદનશીલ છે. આ પહેલાં પંજાબ પોલીસે અનેક VIPની સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાન હચાવ્યા બાદ સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ આ મામલો પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જોકે બાદમાં, VIPની સુરક્ષા ફરી આપવામાં આવી હતી, પરંતુ હવે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટ્સ પછી વધુ તકેદારી રાખવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement

.