Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : સેન્ટમેરી સ્કુલમાં ફી વધારા સામે વાલીઓની જીત

GONDAL : ગોંડલ (GODAL) ની સેન્ટમેરી સ્કુલ માં કોઈ પણ જાતનાં કારણ વગર કે વાલીઓ ને જાણ કર્યા વગર સ્કુલ નાં સંચાલકો દ્વારા ૨૫ ટકા ફી (SCHOOL FEES HIKE) વધારો કરાતા વાલીઓ માં રોષ ફાટી નિકળ્યો હતો. ફી વધારા અંગે...
gondal   સેન્ટમેરી સ્કુલમાં ફી વધારા સામે વાલીઓની જીત
Advertisement

GONDAL : ગોંડલ (GODAL) ની સેન્ટમેરી સ્કુલ માં કોઈ પણ જાતનાં કારણ વગર કે વાલીઓ ને જાણ કર્યા વગર સ્કુલ નાં સંચાલકો દ્વારા ૨૫ ટકા ફી (SCHOOL FEES HIKE) વધારો કરાતા વાલીઓ માં રોષ ફાટી નિકળ્યો હતો. ફી વધારા અંગે નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ થતા સેન્ટમેરી સ્કુલે દોડી જઇ સ્કુલનાં તઘલખી નિર્ણય સામે આગબગુલા બની ઉગ્ર રજૂઆત કરતા સંચાલકોની શાન ઠેકાણે આવી હતી. અને ફી વધારો પાછો ખેંચાયો હતો. વધુમાં સ્કુલ બસની ફી માં પણ કરાયેલ વધારો પાછો ખેંચવા બાહેંધરી અપાઇ હતી. સ્કુલનાં પુસ્તકો ખરીદવા પોતાના માનીતા બુકસ્ટોર માંથી જ ફરજિયાત પુસ્તકો ખરીદવાનો નિર્ણય પણ બદલી કોઈ પણ બુકસ્ટોર માંથી પુસ્તકો ખરીદી શકાશે તેવી ખાત્રી અપાતા વાલીઓ એ રાહત નો શ્વાસ લીધો હતો.

Advertisement

સંચાલોને ઉગ્ર રજૂઆત કરી

પ્રાપ્ત વિગત મુજબ અત્રેની સેન્ટમેરી સ્કુલ નાં અંદાજે ૧૬૦૦ વિદ્યાર્થીઓ પર સ્કુલ ઉઘડતા જ ૨૫ ટકાનો ફી વધારો ઠોકી દેવાતા વાલીઓ રોષીત બન્યા હતા. ખાસ કરી મધ્યમવર્ગીય પરિવારનાં વિદ્યાર્થીઓ માટે ફી વધારો અસહ્ય હોય સેન્ટમેરી સ્કુલનાં તઘલખી નિર્ણય અંગે લડાયક અગ્રણી અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ કરાતા તેઓ સેન્ટમેરી સ્કુલે દોડી જઇ સ્કુલ નાં સંચાલોને ઉગ્ર રજૂઆત કરી હતી.

Advertisement

તુરંત ફી વધારો પરત ખેંચ્યો

રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, સામાન્ય રીતે કોઈ પણ સ્કુલ માં ફી વધારો કરતા પહેલા જીલ્લા ફી નીવારણ સમિતી ને દરખાસ્ત કરી મંજુરી લેવાની હોય છે. વ્યાજબી કારણો બાદ ફી વધારાની મંજુરી અપાતી હોય છે. પરંતુ સેન્ટમેરી સ્કુલમાં સંચાલકો દ્વારા કોઈ મંજુરી વગર જાણે તેઓને રાત્રે સ્વપ્ન આવ્યું તેમ સવારે ૨૫ ટકા ફી વધારાનો નિર્ણય ફરમાવી દેવાયો હતો.

યોગ્ય ખાત્રી આપી

રાજેન્દ્રસિંહ જાડેજાની રજૂઆતને લઈને ઢીલાઢફ બનેલા સંચાલકોએ તુરંત ફી વધારો પરત ખેંચ્યો હતો. વધુમાં સ્કુલ બસ માટે પણ ફી વધારો કરાયો હોય તે અંગે યોગ્ય કરવા ખાત્રી આપી હતી. સ્કુલ દ્વારા ફતવો બહાર પડાયો હતો કે, સ્કુલનાં પુસ્તકો કે નોટ બુકસ તેમના માનીતા ચોક્કસ બુકસ્ટોર માંથીજ ખરીદવા તે અગે પણ ફેરફાર કરી વાલીઓ કોઈ પણ બુકસ્ટોર માંથી પુસ્તકો ખરીદી શકશે તેવું જણાવ્યું હતું.

ન્યાયિક રજૂઆત ઉઠાવશે

રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, શહેર ની અન્ય કેટલીક સ્કુલોમાં પણ ફી સહિત કેટલાક તઘલખી નિયમો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે.જેની સામે આગામી સમય માં વાલી મંડળ ની રચના કરી ન્યાયિક રજૂઆત દ્વારા આવાઝ ઉઠાવાશે.

આહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો --GONDAL : માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, મહિલાને ઇજા

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

featured-img
ગાંધીનગર

Vikram Thakor : 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?'

featured-img
ગાંધીનગર

Staff Nurse ની વિવાદિત આન્સર કીનો વિવાદ ઠર્યો નથી ત્યાં ફાઈનલ આન્સર કી જાહેર!

featured-img
ગાંધીનગર

Holi 2025 : કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે હોળી પર્વ નિમિત્તે નાગરિકોને કરી આ ખાસ અપીલ

Trending News

.

×