Gujarat Assembly : નાણાં મંત્રી કનુ દેસાઇ શુક્રવારે રજૂ કરશે પેપરલેસ બજેટ
Gujarat Assembly : નાણા મંત્રી કનુભાઇ દેસાઈ આવતીકાલે ગુજરાતનું બજેટ ( budget) રજૂ કરશે. નાણાં મંત્રી સતત ત્રીજી વાર પોતાનું બજેટ રજૂ કરશે અને આ બજેટ પેપરલેસ હશે. નાણાં મંત્રી ટેબ્લેટમાંથી બજેટ રજૂ કરશે.
આવતીકાલે 2જી ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ
ગુજરાત વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ આવતીકાલે 2જી ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરશે. વર્ષ 2024-25 માટે નાણાં મંત્રી બજેટ રજૂ કરશે જે અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ હશે.
બજેટ 3.30 લાખ કરોડની આસપાસના કદનું હોઇ શકે
નાણાં મંત્રી સતત ત્રીજી વાર બજેટ રજૂ કરશે. બજેટ 3.30 લાખ કરોડની આસપાસના કદનું હોઇ શકે છે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિ તથા માળખાકિય સુવિધાઓ પર વધુ ભાર મુકાશે. પહેલીવાર લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યનું પૂર્ણ કદનું બજેટ રજૂ કરશે. બજેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો આગામી પચ્ચીસ વર્ષનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ રોડ મેપમાં તમામ વર્ગોના કલ્યાણની અનેક વિધ યોજનાઓ, યુવા, કિસાનો, ગરીબ, આદિજાતિ, દલિત અને ઓબીસીના ઉત્કર્ષ માટેની નવી યોજનાઓનો સમાવેશ થાય છે
નાણાં મંત્રી પેપરલેસ બજેટ રજૂ કરશે
નાણાં મંત્રી પેપરલેસ બજેટ રજૂ કરશે એટલે કે તેઓ ટેબ્લેટમાંથી બજેટ રજૂ કરશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર આ બજેટમાં મોટી મહત્વની જાહેરાતો કરી શકે છે. બજેટ વિકસિત ભારત @2047 નો રોડમેપ દર્શાવતું હશે તેમ મનાઇ રહ્યું છે. તમામ સભ્યોના ટેબલ પર ટેબ્લેટ હશે.
ગત વર્ષે બજેટનું કદ રૂ. 2.43,965 કરોડનું હતું
2021-22ના બજેટનું કદ રૂ. 2,27,029નું હતુ. તો ગત વર્ષે એટલે કે 2022-23માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રૂ. 668.9 કરોડના પુરાંતવાળુ એટલે કે બજેટનું કદ રૂ. 2.43,965 કરોડનું હતું.
આ પણ વાંચો----GUJARAT BUDGET : વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ, મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં રજૂ કર્યુ આ બિલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.