Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Game Zone ની તપાસમાં તંત્રની ગંદી રમત

Game Zone : 25 તારીખની સાંજે રાજકોટના TRP Game Zone માં બનેલી ભયાવહ ઘટનાએ ભ્રષ્ટાચારી તંત્રને દોડતું કરી દીધું છે. અગ્નિકાંડમાં સામેલ એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા દાવાઓ વચ્ચે કેટલી ગોલમાલ થઈ ગઈ તે ગુજરાત સરકાર (Gujarat Government)...
game zone ની તપાસમાં તંત્રની ગંદી રમત
Advertisement

Game Zone : 25 તારીખની સાંજે રાજકોટના TRP Game Zone માં બનેલી ભયાવહ ઘટનાએ ભ્રષ્ટાચારી તંત્રને દોડતું કરી દીધું છે. અગ્નિકાંડમાં સામેલ એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા દાવાઓ વચ્ચે કેટલી ગોલમાલ થઈ ગઈ તે ગુજરાત સરકાર (Gujarat Government) જાણતી નથી. કારણ કે, સરકાર ભ્રષ્ટાચારને મુદ્દો નથી ગણતી, પરંતુ વાત સરકાર પર આવી પડે ત્યારે કહેવાતી કાર્યવાહી જરૂર થાય છે. ભૂતકાળની અનેક ઘટનાઓમાંથી બોધપાઠ નહીં લેનારી સરકાર આ વખતે IAS IPS સહિતના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે કે કેમ તેના પર સૌની મીંટ મંડાયેલી છે. રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Tragedy) ની ઘટના બાદ ઉંઘમાંથી જાગેલી સરકારે રાજયભરના તમામ ગેમ ઝોન બીજો આદેશ ના આવે ત્યાં સુધી બંધ કરવા આદેશ કર્યો. ગેમ ઝોનના નિરિક્ષણ-તપાસ માટે ટીમો દોડાવી અને પછી શરૂ થયું કાર્યવાહીનું એક નવું નાટક. કેટલાંક ગેમ ઝોન (Game Zone) સીલ થયા, કેટલાંક સંચાલકો સામે ગુના નોંધાયા અને સરકારી ચોપડે કાયદેસર કહેવાય છે તેવા ગેમ ઝોન આજે પણ બંધ છે. પ્રજાની સુરક્ષા માટે કરાયેલી કાર્યવાહીમાં પણ તંત્રએ પોલમપોલ ચલાવી દોષિતોને છાવરી લીધાં છે.

Advertisement

લાંચ વિના NOC - લાયસન્સ નથી મળતા

અમદાવાદ શહેર (Ahmedabad City) હોય કે અન્ય કોઈ કે પછી કોઈ જિલ્લો, લાંચ વિના એકપણ લાયસન્સ કે NOC મળતા નથી. લાખો-કરોડો રૂપિયાનું રોકાણ કરી ગેમ ઝોન શરૂ કરવા ઇચ્છાતા સંચાલકો લાંચ આપવા મજબૂર છે. લાયસન્સ રાજમાં સરકારી બાબુઓ રૂપિયા ના મળે તો જાતજાતના વાંધા કાઢે છે. મોં માગ્યા રૂપિયા આપો તો નિયમોનો ભંગ કરીને પણ માર્ગ મકાન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન-નગરપાલિકા, વીજ કંપની અને અગ્નિશમન વિભાગ Fire NOC આપે છે. પોલીસ વિભાગ (Police Department) પણ દૂધનો ધોયેલો નથી. અત્રે નોંધનીય છે કે, સરકારના છેડા ધરાવતા અથવા તો નેતાની ભાગીદારીવાળા ધંધાઓમાં તંત્ર ચૂંકે ચાં નથી કરતું.

Advertisement

Throw money and watch spectacle

Throw money and watch spectacle

Advertisement

રાજકીય કનેકશન ધરાવતા માલિકોને રાહત

અમદાવાદના પોશ વિસ્તાર તેમજ એસ જી હાઇવે પર આવેલા બે ગેમ ઝોન રાજકીય નેતાની માલિકીના છે. સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના એક વગદાર નેતાની તેમાં ભાગીદારી હોવાનું ચર્ચાય છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત શહેર (Surat City) માં આવેલા ગેમ ઝોનમાં એક મંત્રીના સંબંધી ભાગીદાર હોવાની વાત ચર્ચાઈ રહી છે. ગેમ ઝોન (Game Zone) ને ડેથ ઝોન (Death Zone) બનાવનારા આવા સંચાલકો રાજકીય કનેકશન ધરાવતા હોવાથી તેમને છાવરી લેવાયાં છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા એક ગેમ ઝોનમાં રાતો રાત એક્ઝિટ ગેટ (Exit Gate) બનાવી દેવાયો. ભ્રષ્ટાચારી અધિકારીઓના મેળાપીપણાથી ગેમ ઝોનમાં રહેલી ગંભીર ખામીઓ દૂર કરી દેવાઈ.

Throw money and watch spectacle

Throw money and watch spectacle

માત્ર Game Zone ના માલિકો જ આરોપી નથી

તમામ નિયમોનું ગેમ ઝોનમાં પાલન થઈ રહ્યું હોવાનું મોટાભાગના કિસ્સાઓમાં તપાસ ટીમોએ દર્શાવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે, શહેરમાં ચાલતા Game Zone નો એકપણ સંચાલક સંપૂર્ણ રીતે નિયમોની અમલવારી કરતો નથી. નાની નાની ક્ષતિઓ હોવાનો રિપોર્ટ આપીને મોટાભાગના કિસ્સાઓમાં ગોલમાલ થઈ છે. વાસ્તવમાં ગેમ ઝોનના માલિકો કરતા વધુ જવાબદાર કોઈ હોય તો R&B, AMC, FIRE અને POLICE વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ છે. ગેમ ઝોન સંચાલકો સામે ગુના નોંધાયા છે તો જવાબદાર અધિકારીઓ કેમ દોષિત નહીં ? વર્ષ 2019માં કાંકરિયા રાઈડ દુર્ઘટના (Kankaria Ride Accident) માટે અધિકારીઓ જ જવાબદાર હતા. આમ છતાં સરકારે BJP ના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ઈશારે સૌને છાવરી લઈ ભીનું સંકેલી લીધું હતું.

આ પણ વાંચો - IPS ના કહેવાતા “વહીવટદાર”ને DGP એ માફ કર્યો, મૂળ મહેકમમાં પરત

આ પણ વાંચો - Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : રોફ ઝાડી પૈસા પડાવતા નકલી પોલીસનો ખેલ ખતમ

featured-img
Top News

Gujarat : બગસરાની ઘટના બાદ ડીસામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન

featured-img
આંતરરાષ્ટ્રીય

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મમતા બેનર્જીના સંબોધન દરમિયાન લાગ્યા "Go Back Mamata" ના નારા

featured-img
ગુજરાત

VADODARA : શ્રી કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે આંતરિક ડખા

featured-img
રાજકોટ

Rajkot : ઉનાળાની શરૂઆત થતા વિવિધ વિસ્તારમાં અત્યારથી "ટેન્કર રાજ" શરૂ

featured-img
આંતરરાષ્ટ્રીય

500 ભારતીયો સહિત 1200 કેદીઓને ઈદની ભેટ, UAEના વડા પ્રધાને આપ્યો મુક્તિનો આદેશ

Trending News

.

×