Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો! અત્યાર સુધી 14 નાં મોત

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા (Mehsana), સાબરકાંઠા (Sabarkantha) સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાઇરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન એક મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાનાં 25 શંકાસ્પદ કેસ...
chandipura virus   રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો  અત્યાર સુધી 14 નાં મોત
Advertisement

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા (Mehsana), સાબરકાંઠા (Sabarkantha) સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાઇરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન એક મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાનાં 25 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 14 નાં મોત થયા છે જ્યારે 13 દર્દીનાં રિપોર્ટ હજુ આવવાના બાકી છે. સાબરકાંઠા, અરવલ્લીમાં (Aravalli) 4-4 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ઉ. ગુજરાતમાં ચાંદીપુરાનાં કુલ 10 શંકાસ્પદ કેસ પૈકી 6 દર્દીનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ માહિતી આપી છે.

Advertisement

અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના 25 શંકાસ્પદ કેસ, 14 ના મોત

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) માથું ઊંચક્યું છે. આ વાઇરસ અંગે રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ચોંકાવનારી માહિતી આપી છે. વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના 25 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે ચાંદીપુરા વાઇરસથી રાજ્યમાં અત્યાર સુધી 14 ના મોત થયા છે અને 13 ના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. સૌથી વધુ સાબરકાંઠા, અરવલ્લીમાં 4-4 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ઉ. ગુજરાતમાં (North Gujarat) ચાંદીપુરાનાં 10 શંકાસ્પદ દર્દી પૈકી 6 નાં મોત થયા છે. અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો ચાંદીપુરની તપાસ માટે 6 દર્દીઓનાં નમૂના પૂના મોકલાયા છે. ચાંદીપુરા વાઇરસને કારણે 2 દર્દીઓનાં મોત નીપજ્યા છે. જ્યારે 2 ની હાલત સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. એક દર્દી હાલમાં વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે જ્યારે અન્ય એક દર્દીએ સ્વેચ્છાએ ચાલુ સારવારે રજા લીધી હોવાનું સામે આવ્યું છે. હાલમાં કુલ 3 દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે.

Advertisement

સાબરકાંઠામાં 6 બાળકોના મોત, ગાંધીનગરમાં 2 માસૂમનો ગયો જીવ

ગાંધીનગરની (Gandhinagar) વાત કરીએ તો ચાંદીપુરા વાઇરસથી 14 મહિનાની બાળકી અને 7 વર્ષની બાળકી એમ કુલ 2 માસૂમોના મોત થયા છે. માહિતી મુજબ, 14 મહિનાની બાળકીને 2 જુલાઈએ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. મૃતક બાળકી ગાંધીનગરનાં ભાટ ટોલટેક્સ છાપરાવાસની રહેવાસી હતી. જ્યારે 7 વર્ષની બાળકી દહેગામના (Dehgam) અમરાજીના મુવાડાની રહેવાસી હતી. મહેસાણામાં (Mehsana) પણ ચાંદીપુરા વાઇરસે પગપસેરો કર્યો છે. અહીં, બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જ્યારે થોડાક દિવસોમાં સાબરકાંઠાના હિંમતનગર સિવિલમાં (Himmatnagar Civil) શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કુલ 8 કેસ નોંધાયા છે. જે પૈકી 6 બાળકોનાં મોત નીપજયા છે. જયારે બે બાળકો સારવાર હેઠળ છે. રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને (Chandipura Virus) અંકુશમાં લેવા માટે આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે રાજ્યની જનતાને સાવચેત રહેવા અને પૂરતી તકેદારી રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો - CHANDIPURA વાયરસનો કહેર વકર્યો, અમદાવાદ અને ગોધરામાં બાળકોનો લીધો જીવ

આ પણ વાંચો - GUJARAT માં ચાંદીપુરમ વાયરસથી મચ્યો હાહાકાર; ઉત્તર ગુજરાતમાં વાયરસે 6 બાળકોનો લીધો ભોગ

આ પણ વાંચો - Hospitals Staff incentive: સરકારી હોસ્પિટલના તબીબો અને મેડીકલ સ્ટાફના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Tags :
Advertisement

Trending News

.

×