Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandipura Virus ને લઈ મોટા સમાચાર, વધ્યાં કેસ, સૌથી વધુ આ જિલ્લામાં

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) પગપસેરો કર્યો છે. બાળકોમાં ફેલાતા આ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Hrishikesh Patel) જણાવ્યું કે, આ વાઇરસથી રાજ્યમાં અત્યાર સુધી 15 જેટલાં માસૂમ બાળકોનાં મોત થયા છે. તેમણે વાલીઓને બાળકોની...
chandipura virus ને લઈ મોટા સમાચાર  વધ્યાં કેસ  સૌથી વધુ આ જિલ્લામાં

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) પગપસેરો કર્યો છે. બાળકોમાં ફેલાતા આ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Hrishikesh Patel) જણાવ્યું કે, આ વાઇરસથી રાજ્યમાં અત્યાર સુધી 15 જેટલાં માસૂમ બાળકોનાં મોત થયા છે. તેમણે વાલીઓને બાળકોની ખાસ કાળજી રાખવા અપીલ કરી છે. દરમિયાન, એવા સમાચાર આવ્યા છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાનાં 30 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

Advertisement

ચાંદીપુરાનો પહેલો પોઝિટિવ કેસ અરવલ્લીમાં

રાજ્યમાં ચાંદાપુરા વાઇરસને લઈ મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, રાજ્યમાં આ વાઇરસના શંકાસ્પદ કેસ વધીને હવે 30 થયા છે. રાજ્યમાં ચાંદીપુરાનો પહેલો પોઝિટિવ કેસ અરવલ્લીમાં (Aravalli) આવ્યો હતો. જ્યારે રાજ્યભરની વાત કરીએ તો અત્યાર સુધીમાં સાબરકાંઠામાં (Sabarkantha) 7, અરવલ્લીમાં 4, મોરબીમાં 3 કેસ નોંધાયા છે. ઉપરાંત, મહેસાણા, રાજકોટ (Rajkot), પંચમહાલ, જામનગર અને ગાંધીનગરમાં (Gandhinagar) 2-2 કેસ નોંધાયા છે. મહિસાગર, ખેડા, સુરેન્દ્રનગર (Surendranagar), અરવલ્લી અને ગાંધીનગર કોર્પોરેશનમાં ચાંદીપુરાનાં 1-1 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં (Ahmedabad Corporation) પણ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં કુલ 15 જેટલા બાળકોના મોત

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી અત્યાર સુધીમાં કુલ 15 જેટલા બાળકોના મોત નીપજ્યા છે. જે પૈકી અરવલ્લીમાં 3, સાબરકાંઠામાં 2, રાજકોટમાં 2, મોરબીમાં (Morbi) 2 દર્દીનાં મોત થયા છે. મહીસાગર (Mahisagar), મહેસાણા (Mehsana), સુરેન્દ્રનગર અને અમદાવાદ કોર્પોરેશનમાં 1-1 દર્દીનાં મોત નોંધાયા છે. ઉપરાંત, ગાંધીનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં પણ 1-1 દર્દીનું મોત થયું છે. માહિતી મુજબ, આરોગ્યની ટીમે કુલ 11,050 ઘરોમાં કુલ 56,651 વ્યક્તિઓનું સર્વિલન્સ કર્યું છે. કુલ 4838 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે નાગરિકોને સાવચેત રહેવા અને તકેદારી રાખવા અપીલ કરી છે સાથે આ આ ચેરી રોગ ન હોવાથી ડરવાની જરૂર નથી તેમ પણ જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Kutch : ખાવડામાં ભારતીય સેનાએ કર્યું મેડિકલ કેમ્પનું આયોજન, બાળકો-શિક્ષકોને અપાઈ તાલીમ

Advertisement

આ પણ વાંચો - Chandipura Virus : 15 બાળકોનાં મોત, Sand Flies નો નાશ કરવા ડ્રાઇવ યોજાશે : આરોગ્ય મંત્રી

આ પણ વાંચો - Chandipura Virus : જીવલેણ વાઇરસ ફેલાવનાર Sand Flies કેવી દેખાય છે ? જુઓ Video

Tags :
Advertisement

.