Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપરજોય વાવાઝોડું Space થી લાગી રહ્યું છે ભયાનક, જુઓ Video

બિપરજોય વાવાઝોડાને જોતા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું 15 જૂને દ્વારકાના દરિયા કિનારે ત્રાટકશે. દરિયાકાંઠે અથડાયા બાદ બિપરજોય અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વિનાશ સર્જી શકે છે. તેને જોતા NDRF સહિત ઘણી એજન્સીઓ એલર્ટ મોડમાં છે. ચક્રવાતી તોફાન બિપરજોય...
બિપરજોય વાવાઝોડું space થી લાગી રહ્યું છે ભયાનક  જુઓ video

બિપરજોય વાવાઝોડાને જોતા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું 15 જૂને દ્વારકાના દરિયા કિનારે ત્રાટકશે. દરિયાકાંઠે અથડાયા બાદ બિપરજોય અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વિનાશ સર્જી શકે છે. તેને જોતા NDRF સહિત ઘણી એજન્સીઓ એલર્ટ મોડમાં છે. ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચશે. થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાંથી નીકળેલું બિપરજોય અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે.

Advertisement

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ચક્રવાતના વિઝ્યુઅલ્સ આવ્યા સામે

હવામાન વિભાગ (IMD) કહે છે કે, દરિયાકાંઠે અથડાતી વખતે આ ચક્રવાતની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોઇ શકે છે. આ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતના ગંભીર અને અતિ ગંભીર સ્વરૂપની આશંકાને ધ્યાનમાં રાખીને સરકારી એજન્સીઓ સંપૂર્ણ રીતે સક્રિય છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને નીંચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે પવનની ગતિનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, રાજકોટમાં વૃક્ષો મૂળમાંથી ઉખડી રહ્યા છે, ઉપરાંત એક બિલ્ડીંગના ભોયરામાં પાર્ક કરેલી બાઈક ઉડી ગઇ હતી. જોરદાર પવન સાથે ઉડતી ધૂળને કારણે Visibility લગભગ શૂન્ય થઈ ગઈ છે. દરિયામાં કેટલાય મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ચક્રવાતના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે. અરબી સમુદ્ર પર 'બિપરજોય' કેવી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તે આમાં દેખાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત હાલમાં જખૌ બંદરથી 280 કિમી દૂર છે. તે 15 જૂનની સાંજ સુધીમાં બંદર પર પહોંચી શકે છે. ગુજરાતમાં ચક્રવાત બિપરજોયના કારણે થયેલી તબાહી જોવા માટે જુઓ આ વીડિયો.

Advertisement

ગુજરાત અને પાકિસ્તાનની આજુબાજુના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર

Advertisement

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો તેમજ પાકિસ્તાનની આજુબાજુના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે ચક્રવાતના લેન્ડફોલની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડના અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત બિપરજોયની તૈયારીમાં, પશ્ચિમ રેલ્વેએ 67 થી વધુ ટ્રેનો રદ કરી છે. IMDએ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે.

15 જૂને રાજ્યમાં ટકરાશે વાવાઝોડું

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે મુશ્કેલી સર્જી રહેલા ચક્રવાત બિપોરજોયે તબાહી મચાવી દીધી છે. ગુજરાતમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. છેલ્લા કેટલાક કલાકોમાં દરિયા કિનારા પર લગભગ 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે 8 થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનની વાત કરીએ તો હવામાનશાસ્ત્રીઓના મતે ખતરનાક ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂનથી રાજ્યમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ કારણે રાજસ્થાનના 12 જિલ્લામાં ચક્રવાત બિપરજોયનો ખતરો છે, જેના માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ચક્રવાતી તોફાન બિપરજોયને જોતા રાજસ્થાનથી ગુજરાત જતી એક ડઝનથી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Cyclone Biparjoy : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝાએ લાગેલા શેડના પતરા ઉડ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.