Ahmedabad : આંગડિયા પેઢીના કર્મચારીઓને ફિલ્મી ઢબે લૂંટી લેવાયા, રૂ.65 લાખ લઈ લૂંટારુઓ ફરાર
Ahmedabad : ગુજરાતમાં ક્રાઈમ સિટી (Crime City) તરીકે હવે અમદાવાદનું નામ આગળ આવી રહ્યું છે. આજે ફરી શહેરમાં લૂંટની ઘટના બની છે. જ્યા એલિસબ્રિજ જિમખાના (Ellisbridge gymnasium) પાસે એક આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવાયા છે. મળતી માહિતી અનુસાર, આ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી તેને ફિલ્મી ઢબે હુમલો કરી 65 લાખની લૂંટને અંજામ અપાયો છે.
છરી અને એરગન બતાવી કર્મચારીઓને લૂંટ્યા
પોલીસ ફરિયાદ મુજબ, આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી બપોરે 3 વાગ્યે રિક્ષામાં નીકળ્યા હતા. જમાલપુર APMCથી 65 લાખ રૂપિયા રિક્ષામાં લઈને બંને કર્મચારીઓ આંગડિયા પેઢીએ જઈ રહ્યા હતા. ત્યાં 3:20 મિનિટે જલારામ મંદિરથી આગળ જિમખાનાની સામે ટુ-વ્હીલર પર બે શખ્સ આવ્યા. છરી અને એરગન બતાવી રિક્ષાને આંતરી ઉભી રાખી હતી. ત્યારબાદ, આરોપીઓએ બંને કર્મચારીઓની આંખમાં મરચું નાંખી 65 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, કર્મચારીએ બેગ છોડી નહીં એટલે આરોપીઓએ એરગનથી ફાયરિંગ કર્યુ અને છરીથી હુમલો કરી 65 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા .હુમલામાં બંને કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- 3 વાગ્યે જમાલપુર APMCથી રૂ.65 લાખ લઈ નીકળ્યા
- રિક્ષામાં બન્ને કર્મી આંગડિયા પેઢીએ જતા હતા
- 3 વાગ્યે 20 મિનિટે જલારામ મંદિરથી આગળ રિક્ષા પહોંચી
- જિમખાનાની સામે ટુ-વ્હીલર પર બે શખ્સ આવ્યા
- છરી અને એરગન બતાવી રિક્ષાને આંતરી ઉભી રાખી
- આરોપીઓએ બન્ને કર્મીની આંખમાં મરચું નાંખ્યું
- રૂ.65 લાખ ભરેલી બેગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો
- કર્મચારીએ રૂપિયા ભરેલી બેગ છોડી નહીં
- એરગનથી ફાયરિંગ કર્યુ અને છરીથી હુમલો કર્યો
- રૂ.65 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા
- હુમલામાં બન્ને કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા
CCTV ફૂટેજમાં બે શખ્સ ટુ-વ્હીલર પર ભાગતા કેદ થયા
લૂંટની ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળેથી દરેક પુરાવા એકઠા કરવાની કામગીરી હાથધરી હતી. પોલીસે તપાસ કરતા આસપાસના CCTV ફૂટેજમાં બે શખ્સ ટુ-વ્હીલર પર ભાગતા કેદ થયા છે. તેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. શહેરમાં ધોળા દિવસે જે રીતે લૂંટની ઘટનાને અંજામ અપાયો છે. તેને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ અનેક સવાલ ઉભા થયા છે.
આ પણ વાંચો - અમદાવાદમાં કાયદા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ, મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં યુવક પર હુમલો
આ પણ વાંચો - Ahmedabad : નકલી પોલીસ બની પૈસા પડાવતા બે યુવકો ઝડપાયા