SVP Hospital : હોસ્પિટલને બચાવવા AMC મેદાને! 108 અને UHC ને અપાશે આ સૂચના
અમદાવાદમાં (Ahmedabad) દર્દીઓને સારવારની વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVP Hospital) શરૂ કરવામાં આવી હતી. જો કે, વર્તમાન સમયમાં આ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા નહિવત્ રહેતા એએમસી (AMC) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસવીપી હોસ્પિટલને (SVP Hospital) જીવિત રાખવાના ઉદ્દેશ્ય સાથે SVP હોસ્પિટલ માટે હવે 108 અને અર્બન હેલ્થ સેન્ટરમાં સૂચના આપવામાં આવશે કે દર્દીને ખાનગી હોસ્પિટલના બદલે SVP માં જ રીફર કરવામાં આવે.
SVP હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત ઘટી
અમદાવાદમાં દર્દીઓને સરવાર દરમિયાન સારી સુવિધાઓ આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ (SVP Hospital) હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. પરંતુ 2019 માં શરૂ કરાયેલી હોસ્પિટલના 5 વર્ષમાં એ પરિસ્થિતિ છે કે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. 900 જેટલા બેડ ધરાવતી હોસ્પિટલમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દર્દીઓ દાખલ હોય છે. ત્યારે હવે આ હોસ્પિટલને જીવિત રાખવા માટે અમદાવાદ મનપા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
108 તેમ જ અર્બન હેલ્થ સેન્ટરોને સૂચના અપાશે
મનપા દ્વારા હવે 108 તેમ જ અર્બન હેલ્થ સેન્ટરોમાં (urban health centers) સૂચના આપવામાં આવશે કે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવાના બદલે SVP હોસ્પિટલમાં રીફર કરવામાં આવે, જેથી હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે. પરંતુ, ઉલ્લેખનીય છે કે સસ્તા દરે ફાઈવ સ્ટાર સેવાઓ આપવાની વાત થઈ રહી છે ત્યારે વાડીલાલ હોસ્પિટલ એટલે કે વીએસ હોસ્પિટલમાં (VS Hospital) જે સંખ્યામાં દર્દીઓ આવતા હતા તેના 10% દર્દીઓ પણ હવે એસવીપી હોસ્પિટલમાં આવતા નથી. તેમ જ દર્દીઓને પરવડતું પણ ન હોવાના કારણે દર્દીઓ આવવાના ઘટ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે મનપાના આ નિર્ણયથી હવે SVP હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધે છે કે પછી સ્થિતિ હાલની જેમ જ યથાવત રહે છે.
અહેવાલ - રીમા દોશી
આ પણ વાંચો - fake currency Case : રૂ.15.30 લાખની નકલી નોટોનાં કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયાં
આ પણ વાંચો - “તમે એક પણ અધિકારીને પૈસા આપતા નહી” ધારાસભ્યની ચેતવણી
આ પણ વાંચો - “બધી કિટલીઓ શાંત થઇ જશે”…CMનો પારો આસમાને…!