Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress: આખરે કેમ ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું ?

Congress : બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ કોંગ્રેસ (Congress) ના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે રાજીનામુ આપ્યું છે. તેમણે ગાંધીનગર આવીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને રાજીનામું આપ્યું હતું. ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય હતા કોંગ્રેસના આક્રમક નેતા ગણાતા...
congress  આખરે કેમ ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું

Congress : બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ કોંગ્રેસ (Congress) ના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે રાજીનામુ આપ્યું છે. તેમણે ગાંધીનગર આવીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને રાજીનામું આપ્યું હતું.

Advertisement

ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય હતા

કોંગ્રેસના આક્રમક નેતા ગણાતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય હતા. તેમને તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા. ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણી જીતી ગયા હતા. તેમણે ભાજપના રેખાબેન ચૌધરીને પરાજય આપ્યો હતો.

Advertisement

નિયમો મુજબ કોઇ એક હોદ્દો છોડવો પડે તેમ હતો

સાંસદ બનેલા ગેનીબેન ઠાકોરને નિયમો મુજબ કોઇ એક હોદ્દો છોડવો પડે તેમ હતો તેથી તેમણે વાવના ધારાસભ્યપદેથી આજે રાજીનામુ આપ્યું હતું. તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને મળ્યા હતા અને તેમને રાજીનામું સુપરત કર્યું હતું.

Advertisement

બનાસકાંઠા જીલ્લાની જનતાના આશિર્વાદથી મને દિલ્હીમાં અવાજ ઉઠાવાનો મોકો મળ્યો

રાજીનામુ આપ્યા બાદ તેમણે કહ્યું કે બંધારણીય નિયમો મુજબ એક પદથી રાજીનામું આપવાનું હોય છે જેથી મે આજે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું છે. વાવ વિધાનસભા મતવિસ્તારની જનતાનો આભાર કે મને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મને આશિર્વાદ આપ્યા હતા. હવે બનાસકાંઠા જીલ્લાની જનતાના આશિર્વાદથી મને દિલ્હીમાં અવાજ ઉઠાવાનો મોકો મળ્યો છે

સર્વપક્ષીય રીતે દેશહીત અને રાજ્યના હીતમાં કામ

તેમણે એમ પણ કહ્યું કે લોકશાહીના ભાગરુપે ચૂંટણી હોય ત્યારે પાર્ટીની વિચારધારા મુજબ વાત મુકાય છે પણ ચૂંટણી પત્યા પછી સર્વપક્ષીય રીતે દેશહીત અને રાજ્યના હીતમાં કામ કરવાનું હોય છે અને અમે સાથે મળીને સમસ્યા ઉકેલવાના પ્રયત્નો કરીશું.

આ પણ વાંચો----- CM : આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન માટેની હોવી જોઇએ

આ પણ વાંચો---- VADODARA : પાલિકાના પ્લોટ પર સાંસદ યુસુફ પઠાણનું દબાણ !

આ પણ વાંચો---- એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોનની સેફટી માટે તૈયાર કરાયા નવા નિયમો

Tags :
Advertisement

.