Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં બ્રિજ પર યુવકે કર્યો એવો જોખમી સ્ટંટ કે અન્ય વાહનચાલકોના શ્વાસ થઇ ગયા અધ્ધર

સુરતમાં બ્રિજ પર જોખમી સ્ટંટ સ્કેટિંગ શૂઝ પહેરી ટુવ્હીલરથી રેસ સહારા દરવાજા બ્રિજની ઘટના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ ટ્રાફિકથી ધમધમતા બ્રિજની ઘટના સુરતમાં બ્રિજ પર જોખમી સ્ટંટ કરતો એક યુવકનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે. આ યુવકે સ્કેટિંગ શૂઝ...
સુરતમાં બ્રિજ પર યુવકે કર્યો એવો જોખમી સ્ટંટ કે અન્ય વાહનચાલકોના શ્વાસ થઇ ગયા અધ્ધર
  • સુરતમાં બ્રિજ પર જોખમી સ્ટંટ
  • સ્કેટિંગ શૂઝ પહેરી ટુવ્હીલરથી રેસ
  • સહારા દરવાજા બ્રિજની ઘટના
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
  • ટ્રાફિકથી ધમધમતા બ્રિજની ઘટના

સુરતમાં બ્રિજ પર જોખમી સ્ટંટ કરતો એક યુવકનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે. આ યુવકે સ્કેટિંગ શૂઝ પહેર્યા છે. આ સ્કેટિંગ શૂઝની મદદથી તે ટૂ-વ્હીલર સાથે રેસ કરતો જોવા મળ્યો છે. વીડિયોમાં જોઇને સ્પષ્ટપણે સમજી શકાય છે કે જો આ યુવકનું સંતુલન બગડ્યું હતું તો તેને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, સુરતના સહારા દરવાજા બ્રિજ પર એક યુવક સ્કેટિંગ પહેરીને એક ટૂ-વ્હીલર સવાર શખ્સની પાછળ બેસેલા શખ્સનો હાથ પકડી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. યુવકને આ જોખમી સ્ટંટ કરતા જોઇ અન્ય વાહનચાલકોના પણ શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. આ વીડિયો પાછળથી આવતા એક વાહનચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. સમગ્ર મામલે જ્યારે ટ્રાફિક પોલીસને જાણ થતા જ સ્કેટિંગ પર જોખમી સ્ટંટ કરતો યુવક કોણ છે અને તેનો હાથ પકડ્યો તે શખ્સ પણ કોણ છે તેની તપાસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક વિભાગના એસીપી ગામિતે આ સમગ્ર મામલે તપાસ કરવા માટે સૂચના આપી દીધી છે.

આજનો યુવા વર્ગ આ પ્રકારના સ્ટંટ કરતા સૌથી વધુ જોવા મળી જાય છે. ત્યારે સુરતમાં તાજેતરમાં સામે આવેલા આ વીડિયોમાં યુવક ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી જાય છે. નવાઈની વાત તો એ છે કે આ દરમિયાન ઘણા વાહનો તેની આસપાસથી પસાર થઇ રહ્યા છે. જોકે, હવે  આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે શું પોલીસ આ પ્રકારના સ્ટંટ કરતા નબીરાઓને રોકવામાં સફળ રહશે કે નહીં.

Advertisement

આ પણ વાંચો - અમદાવાદ પોલીસે હસ્તાક્ષર વિનાની અરજીની તપાસમાં ધમધમાટ બોલાવ્યો

આ પણ વાંચો - વનકર્મી પર હુમલા મામલે ચૈતર વસાવાનું ‘સરેન્ડર’, હાજર થતા પહેલા કહી આ વાત!

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.